EPFOના સાત કરોડ સભ્યો માટે નવું અપડેટ, આધાર સહિત 11 માહિતી અપડેટ કરવાની નવી પ્રોસેસ જાહેર, ફટાફટ ચેક કરો

EPFOએ સભ્યો માટે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં સભ્યોના ખાતામાં નામ અને આધાર સહિત 11 માહિતી અપડેટ કરવાની નવી પ્રક્રિયા જારી કરવામાં આવી છે.

Continues below advertisement

નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ સભ્યોના ખાતામાં નામ, આધાર સહિતની 11 માહિતી અપડેટ કરવા માટે નવી પ્રક્રિયા જારી કરી છે. સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્રમાં નામ, લિંગ, જન્મ તારીખ, પિતાનું નામ, સંબંધ, વૈવાહિક સ્થિતિ, જોડાવાની તારીખ, છોડવાનું કારણ, છોડવાની તારીખ, રાષ્ટ્રીયતા અને આધાર નંબર અપડેટ કરવાની મંજૂરી આપવામાં આવી છે. નવી પ્રક્રિયા EPF સભ્યો માટે તેમની પ્રોફાઇલ વિગતો અપડેટ કરવાનું સરળ બનાવશે અને દાવાની પ્રક્રિયામાં આ કારણોને લીધે અસ્વીકારને ટાળી શકશે. આ સાથે ડેટા મિસમેચને કારણે થતી છેતરપિંડી પણ ટાળી શકાશે.

Continues below advertisement

તાજેતરમાં આવેલા આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, 'એવું જોવામાં આવ્યું છે કે પ્રક્રિયાના અનિયમિતતા અને બિન-માનકીકરણને કારણે, કેટલાક કિસ્સાઓમાં સભ્યની ઓળખ સાથે ચેડાં કરવામાં આવ્યા છે, જેના કારણે છેતરપિંડી થઈ છે.' 11 માંથી પાંચ ફેરફારો કરવામાં આવ્યા છે. આના કરતાં વધુ ફેરફારો પર સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. જ્યાં સુધી અપડેટ વિનંતીની પ્રક્રિયાનો સંબંધ છે, જો નાના ફેરફારો માટે વિનંતી કરવામાં આવે છે, તો પ્રોફાઇલનું અપડેટ T+7 દિવસમાં કરવામાં આવશે, જ્યારે મોટા ફેરફારો માટે અપડેટ T+15 દિવસમાં કરવામાં આવશે.

દસ્તાવેજો જોડવાના છે?

દરેક ફેરફાર માટે દસ્તાવેજી પુરાવાની જરૂર પડશે. ભલે તે અપડેટ નાનું હોય કે મોટું. નાના ફેરફારો માટે, સૂચિત યાદીમાંથી ઓછામાં ઓછા બે દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે. મોટા ફેરફારોના કિસ્સામાં, ત્રણ દસ્તાવેજોની જરૂર પડશે.

આ રીતે કરો અપડેટ

તમારા યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) અને પાસવર્ડ સાથે મેમ્બર સર્વિસ પોર્ટલ પર લોગિન કરો.

હવે Joint Declaration (JD) ટેબ પર ક્લિક કરો.

હવે આધાર સાથે જોડાયેલા નંબર પર OTP આવશે.

OTP દાખલ કર્યા પછી, Joint Declaration ફોર્મ સ્ક્રીન પર ખુલશે.

હવે જરૂરી ફેરફારો કર્યા પછી, વિનંતી કરેલ દસ્તાવેજો જોડો અને સબમિટ કરો.

Continues below advertisement
Sponsored Links by Taboola