Nike Layoff: વૈશ્વિક સ્પોર્ટસવેર બ્રાન્ડ Nike ક્રિસમસ અને નવા વર્ષના અવસર પર મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહી છે. નાઇકી આગામી થોડા દિવસોમાં તેના સેંકડો કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી છે. કંપની આગામી ત્રણ વર્ષમાં ખર્ચમાં 2 બિલિયન ડોલરનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે જેના માટે કંપની ઓટોમેશન પર ધ્યાન કેન્દ્રિત કરશે. ગયા અઠવાડિયે Nikeએ તેના વાર્ષિક આવક અંદાજમાં ઘટાડો કરીને 2 બિલિયન ડોલરનો ખર્ચ-બચત યોજનાની જાહેરાત કરી હતી
ધ ગાર્ડિયનના જણાવ્યા મુજબ, Nikeએ કહ્યું કે કર્મચારીઓની છટણીમાં 400 થી 450 મિલિયન ડોલરનો ખર્ચ થશે. જોકે, કંપનીએ એ વાતનો ખુલાસો કર્યો નથી કે તે કેટલા લોકોને છૂટા કરવા જઈ રહી છે. આ વર્ષના મે મહિનામાં નાઇકી પાસે કુલ 83,700 કર્મચારીઓ હતા જ્યારે 2022માં તેમની સંખ્યા 79,100 હતી. ઓટોમેશન વધારવાની સાથે નાઈકી પ્રોડક્ટમાં ફેરફાર કરવા જઈ રહી છે અને ગ્રાહકોને આકર્ષવા માટે કંપની નવી ફ્રેશ સ્ટાઈલ પ્રોડક્ટ્સ પણ લોન્ચ કરશે.
Nike CFO મેટ ફ્રેન્ડે કોન્ફરન્સ કોલમાં જણાવ્યું હતું કે આજના યુગમાં વિશ્વભરના ગ્રાહકો ખૂબ જ સાવધ બની ગયા છે. તેમણે કહ્યું કે, અમે આવા વાતાવરણમાં જાણીએ છીએ જ્યારે ઉપભોક્તા દબાણમાં હોય છે અને પ્રમોશનની પ્રવૃત્તિ વધુ હોય છે ત્યારે તે નવીનતા છે જે ઉપભોક્તાને પ્રેરિત કરે છે.
નાઈકીએ ઓનલાઈન વેચાણમાં ઘટાડા માટે ગ્રેટર ચાઈનાને જવાબદાર ગણાવ્યું છે જેમાં હોંગકોંગ, તાઈવાન અને મકાઉનો સમાવેશ થાય છે. નાઇકીના સ્ટોરના વેચાણમાં 16 ટકાનો ઉછાળો આવ્યો છે જ્યારે 30 નવેમ્બરના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં ડિજિટલ વેચાણમાં 22 ટકાનો ઘટાડો થયો છે. નાઇકીના આ નિર્ણય બાદ કંપનીના શેરમાં 12 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડાની અસર અન્ય સ્પોર્ટસવેર કંપનીઓના શેરો પર પણ જોવા મળી છે.
ETના રિપોર્ટ અનુસાર, Paytmની પેરન્ટ કંપની One97 Communicationsએ આ વખતે 1000થી વધુ કર્મચારીઓની છટણી કરી છે. આ મામલાને લગતા બે સ્ત્રોતોને ટાંકીને ET રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ છટણીઓ છેલ્લા કેટલાક મહિનાઓમાં થઈ છે અને Paytmના વિવિધ એકમોના કર્મચારીઓ તેનો ભોગ બન્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે Paytm એ તેના ખર્ચને ઘટાડવા અને તેના વિવિધ વ્યવસાયોને ફરીથી ગોઠવવા માટે આ છટણી કરી છે.