Union Budget 2022:2022-23સનું બજેટ રજૂ કરતા નિર્મલા સીતારમણે ક્રિપ્ટોકરન્સી મુદ્દે મહત્વની જાહેરાત કરી છે. હવે ક્રિપ્ટોકન્સીની આવક પર 30 ટકા ટેક્સ લાગૂ થશે.


કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ક્રિપ્ટોકરન્સીની આવક પર ટેક્સ લાગશે. ક્રિપ્ટોકરન્સી પર થતી આવક પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.


ક્રિપ્ટોકરન્સીમાંથી આવક પર 30% ટેક્સ



વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સમાંથી થતી આવક પર 30 ટકા ટેક્સ લાગશે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે ક્રિપ્ટોકરન્સી પણ તેના કાર્યક્ષેત્રમાં આવશે અને ક્રિપ્ટોકરન્સીમાંથી થતી આવક પર 30 ટકા ટેક્સ લાગશે ઉપરાંત બજેટમાં અન્ય મહત્વની જાહેરાત કરાઇ છે.નાણામંત્રી નિર્મલા સીતારમણે ક્રિપ્ટોકરન્સીને લઈને મોટી જાહેરાત કરી અને કહ્યું કે રિઝર્વ બેંક 2022-23 સુધીમાં પોતાની ડિજીટલ કરન્સી લાવશે. આ માટે બ્લોકચેન અને અન્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.


પોસ્ટ ઓફિસ માટે મહત્વની જાહેરાત
પોસ્ટ ઓફિસમાં ઓનલાઈન ટ્રાન્સફર પણ શક્ય બનશે અને પોસ્ટ ઓફિસ કોર બેંકિંગ સેવા હેઠળ આવશે. 75 જિલ્લામાં ડિજિટલ બેંકિંગ શરૂ કરવામાં આવશે. 2022થી પોસ્ટ ઓફિસમાં ડિજિટલ બેંકિંગ પર કામ કરવામાં આવશે. પોસ્ટ ઓફિસમાં ATMની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.


વિદેશ જનાર માટે પણ મોટી જાહેરાત
ઉપરાંત બજેટમાં વિદેશ જનાર માટે પણ મોટી જાહેરાત કરાઇ છે. 2022-23થી જ ચિપવાળા ઇ-પાસપોર્ટ અપાશે. તેમણે રેલવે માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ત્રણ વર્ષમાં 300 નવી વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવશે.


400 નવી વંદે ભારત ટ્રેન ચલાવાશે


Vande Bharat Trains: નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કર્યું છે. બજેટ રજૂ કરતા નાણામંત્રીએ કહ્યું કે, આપણે આઝાદીના 75માં વર્ષમાં છીએ. આ બજેટમાં આગામી 25 વર્ષ માટેની બ્લુ પ્રિન્ટ છે. આ દરમિયાન તેમણે રેલવે માટે એક મોટી જાહેરાત પણ કરી હતી. તેમણે કહ્યું કે અમે 3 વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનો દોડાવાની જાહેરાત કરી હતી.


નાણામંત્રીએ કહ્યું કે, આગામી 3 વર્ષમાં 400 નવી પેઢીની વંદે ભારત ટ્રેન વધુ સારી ક્ષમતા સાથે ચલાવવામાં આવશે. આગામી 3 વર્ષ દરમિયાન, 100 PM ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ વિકસાવવામાં આવશે અને મેટ્રો સિસ્ટમના નિર્માણ માટે નવી પદ્ધતિઓ અપનાવવામાં આવશે.આ સિવાય સરકારે બજેટમાં યુવાનોને પણ રાહત આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે 60 લાખ નવી નોકરીઓની જાહેરાત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે 30 લાખ વધારાની નોકરીઓ ઉપલબ્ધ કરાવવાની સંભાવના છે