રાજધાની દિલ્હીમાં સબસિડી વગરનો સિલિન્ડર 162.50 રૂપિયાના ઘટાડા સાથે 581.50 નો થયો છે. આ પહેલા તેનો ભાવ 744 રૂપિયા હતો. મંબઈમાં 192 રૂપિયાના ઘટાડા સાથે નવા ભાવ 579 રૂપિયા હશે. કોલકતામાં 584.50 અને ચેન્નાઈમાં 569 .50 હશે.
સરકાર ગ્રાહકને દર વર્ષે 12 સિલિન્ડર સબસિડીવાળા આપે છે. આ ઉપરાંત જો કોઈને ગેસ સિલિન્ડર જોઈએ તો તે બજાર કિંમતે આપે છે. સતત ચોથા મહિને રાંઘણ ગેસના ભાવમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં સબસિડી વગરનો સિલિન્ડર 586 રૂપિયાનો થયો છે.