રિઝવાન આડતીયા રિઝવાન ફાઉન્ડેશનના સ્થાપક છે. તે મોટા ગજાના દાનવીર પણ છે. કોજસ ગ્રુપના નામથી દુનિયાભરમાં તેમના અનેક મૉલ્સ પણ છે. રિઝવાન આળતીયા રિઝવાન ફાઉન્ડેશનના તેઓ સ્થાપક છે. ભારતીય સમય મુજબ રાત્રે 11 આસપાસ મોઝામ્બિકમાં ઝૂમ્બા માર્કેટથી ઘરે જાવા સેલ્ફ ડ્રાઇવિંગમાં નીકળ્યા હતા ત્યારે માટોલા પાસે અપહરણ થયું હોવાની માહિતી સામે આવી છે.
આડતીયાએ પોરબંદરથી આફ્રિકા જઈને કોજસ ગ્રુપના નામે સુપરમાર્કેટ અને મૉલ્સનો બિઝનેસ શરૂ કર્યો હતો અને કરોડો રૂપિયાનું એમ્પાયર ઉભું કર્યુ હતું. તેમની આ સફળતા પર જ તાજેતરમા ફિલ્મ રિઝવાન બની હતી. તેઓ વડાપ્રધાન મોદીને પણ વ્યક્તિગત રીતે ઓળખે છે. આ હાઇપ્રોફાઇલ કિડનેપિંગ કેસના કારણે પોરબંદર સહિત સૌરાષ્ટ્રના ખોજા સમાજમાં ચિંતાનો માહોલ છે.