MDR charges on UPI: દેશના દરેક ખૂણે ડિજિટલાઇઝેશન ખૂબ જ ઝડપથી વધ્યું છે. આજકાલ દરેક વ્યક્તિએ પૈસાની લેવડ-દેવડ માટે UPI ટ્રાન્ઝેક્શન અને ક્રેડિટ/ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. દેશમાં દર મહિને UPI પેમેન્ટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા વધી રહી છે. NPCI દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, માત્ર જુલાઈ મહિનામાં જ કુલ 600 કરોડના વ્યવહારો થયા છે. જેમાં કુલ 10.2 લાખ રૂપિયાની લેવડદેવડ કરવામાં આવી છે. દેશમાં UPIના વપરાશકારોનો દર 7 ટકાથી વધુ વધ્યો છે.


 દેશમાં યુપીઆઈના વધતા ઉપયોગ સાથે, રિઝર્વ બેંકે પેમેન્ટ સિસ્ટમ ચાર્જિસ પર સમીક્ષા પેપર બહાર પાડ્યું છે. આ પેપરમાં પૈસાની લેવડદેવડમાં પારદર્શિતા લાવવાની સાથે પેમેન્ટ સિસ્ટમમાં સુધારો કરવાની વાત કરવામાં આવી છે. આમાં RTGS, NEFT, UPI, ક્રેડિટ, ડેબિટ કાર્ડ વગેરે જેવી ઓનલાઈન પેમેન્ટ દ્વારા તમામ પ્રકારની પેમેન્ટ સિસ્ટમ ઉપલબ્ધ છે.


ઓનલાઈન પેમેન્ટ પર MDR ચાર્જ લાદવાની ચર્ચા


આ પેપરમાં UPI ટ્રાન્ઝેક્શન પર સ્પેશિયલ ચાર્જ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ વસૂલવાની વાત કરવામાં આવી છે. આ ચાર્જ ટ્રાન્સફર થયેલી રકમ પર આધાર રાખે છે. આ પેપરમાં મની ટ્રાન્સફરની રકમના હિસાબે એક બેન્ડ તૈયાર કરવો જોઈએ જેમાં બેન્ડ પ્રમાણે તમારી પાસેથી પૈસા લેવામાં આવે. આ પેપરમાં એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે યુપીઆઈમાં ચાર્જીસ એક નિશ્ચિત દરે અથવા પૈસા ટ્રાન્સફરના હિસાબથી વસૂલવામાં આવે. હાલમાં, UPI વ્યવહારો પર કોઈ ફી વસૂલી શકાતી નથી.


ડેબિટ કાર્ડ વ્યવહારો પર ચાર્જ લાદવાની ચર્ચા


UPI ટ્રાન્ઝેક્શનની સાથે રિઝર્વ બેંક ડેબિટ કાર્ડના ઉપયોગ પર પણ ચાર્જ વસૂલવાનું વિચારી રહી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2020ની શરૂઆતમાં ગ્રાહકોને UPI અને ડેબિટ કાર્ડ પેમેન્ટ પર કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડતો નથી. ભારતીય રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ અંતિમ નિર્ણય લેતા પહેલા દરેકના સૂચનને ધ્યાનમાં લેવામાં આવશે. જો તમે ઇચ્છો, તો તમે તમારું સૂચન dpssfeedback@rbi.org.in પર મોકલી શકો છો.


આ પણ વાંચોઃ


Rajiv Gandhi Birth Anniversary : રાજીવ ગાંધીની જન્મજયંતિ પર PM મોદી સહિત અનેક દિગ્ગજ નેતાએ આપી શ્રદ્ધાજંલિ


Photos: દેશભરમાં ધૂમધામથી ઉજવાઈ જન્માષ્ટમી, અમિત શાહે અમદાવાદમાં કરી પૂજા અર્ચના


Somalia Attack: સોમાલિયાના મોગાદિશુમાં મોટો આતંકી હુમલો, 10 લોકોનાં મોત


Monkeypox: મંકીપોક્સ ટેસ્ટની પ્રથમ સ્વદેશી કિટ થઈ લોન્ચ, જાણો કોણે બનાવી


India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.21 ટકા