જાન્યુઆરી 2022થી તમારે ચુકવણી માટે દર વખતે કાર્ડનો 16 અંકનો નંબર દાખલ કરવો પડશે. પેમેન્ટ ગેટવે કંપનીઓ તમારા કાર્ડની વિગતો સેવ નહીં કરી શકે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.


પેમેન્ટ ગેટવે કંપનીઓ ધોરણોમાંથી મુક્તિ માંગે છે


હકીકતમાં, પેમેન્ટ ગેટવે કંપનીઓ ઇચ્છે છે કે રિઝર્વ બેન્ક તેમને આવા નિયમોમાંથી છૂટ આપે પરંતુ રિઝર્વ બેન્ક કોઈ પણ સંજોગોમાં આવી છૂટ આપવાના મુડમાં નથી. આ નિયમ મુજબ જાન્યુઆરી 2022થી પેમેન્ટ ઓપરેટરોને ચેકઆઉટ સેવાઓ પૂરી પાડવા, તેમના કાર્ડની વિગતો એક ક્લિક પર સ્ટોર કરવા પર પ્રતિબંધ લગાવી શકે છે.


આ નિયમ ડેબિટ અને ક્રેડિટ બંને કાર્ડ પર લાગુ થશે


ડેબિટ અને ક્રેડિટ કાર્ડધારકોને 2022થી દર વખતે ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે તેમના 16-અંકનો કાર્ડ નંબર દાખલ કરવાની જરૂર પડી શકે છે. હાલમાં તે એક નિયમ છે કે એકવાર તમે ચુકવણી કરી લો અને બીજી વખત તમારે માત્ર કાર્ડ વેરિફિકેશન વેલ્યુ (CVV) અને વન ટાઇમ પાસવર્ડ (OTP) આપવું પડશે. તે પછી તમારું પેમેન્ટ થઈ જશે.


ગ્રાહકોની સલામતીને ધ્યાનમાં રાખીને ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો


નિષ્ણાતોના મતે, ગ્રાહકોની સલામતીને ધ્યાનમાં રાખીને RBIની નવી નીતિઓનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જો કે વર્તમાન સિસ્ટમ સારી લાગે છે, જોકે તેના કારણે ઘણી વખત નિયમોનું ઉલ્લંઘન પણ થાય છે. સાથે જ સાયબર ફ્રોડનું જોખમ પણ રહે છે. કારણ કે ગ્રાહકની કાર્ડ માહિતી તેમની સિસ્ટમ પર રહે છે જેની આરબીઆઈ દ્વારા સીધી દેખરેખ રાખવામાં આવતી નથી.


PCI એ વૈકલ્પિક ઓફર કરી છે


ગ્રાહકોની પરેશાની હળવી કરવા માટે પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI) એ ટોકન દ્વારા એન્ક્રિપ્શન માટે વિકલ્પો સૂચવ્યા છે. જેમાં ફાઇલ પર સુરક્ષિત સંદર્ભ નંબર હોય. તેમનું સૂચન એટલા માટે છે કે લાઇસન્સ પ્રાપ્ત એગ્રીગેટર્સ ચાર્જબેક કરવા માટે કાર્ડનો ડેટા અલગ સર્વર્સ પર સંગ્રહિત કરે છે. તેથી ગ્રાહકો સહમત થાય તો આ સર્વરોનો ઉપયોગ એક ક્લિક ચેકઆઉટને મંજૂર કરવા માટે કરી શકાય છે.


પેમેન્ટના ઢગલો વિકલ્પ છે


હાલમાં દેશમાં ચુકવણીની ઘણી રીતો છે. આ સાથે ડિજિટલ વ્યવહારો પણ ઝડપથી વધ્યા છે. આવી સ્થિતિમાં એકવાર ગ્રાહક કાર્ડનો ઉપયોગ કરે છે તો તેનું નામ અને 16 અંકનો નંબર સેવ થઈ જાય છે. આગામી વખતે તેણે માત્ર CVV અને OTP આપવાનો રહેશે. એવામાં જોખમ પણ ઘણું રહે છે. આ જ કારણ છે કે હવે દરેક વખતે કાર્ડની સંપૂર્ણ વિગતો આપવી પડશે.