IRDAI Update: વીમા ક્ષેત્રના નિયમનકાર IRDAI એ લાઇફ ઇન્શ્યોરન્સ સેવિંગ પ્રોડક્ટસ પર પોલિસી લોનની સુવિધાને ફરજિયાત બનાવી છે જેથી વીમા ધારકો જરૂર પડ્યે તેમની પોલિસી સામે લોન લઈને તેમની રોકડ જરૂરિયાતો પૂરી કરી શકે. નિયમનકારે કોઈપણ પોલિસીના નિયમો અને શરતોની સમીક્ષા કરવા માટે ફ્રી-લૂક પિરિયડ પણ અગાઉના 15 દિવસથી વધારીને 30 દિવસ કરી દીધો છે. IRDAIએ આ અંગે માસ્ટર સર્ક્યુલર જાહેર કર્યો છે.


IRDAI (Insurance Regulatory and Development Authority of India) એ વીમા ધારકોના હિતોને લગતા ઘણા નિર્ણયો લીધા છે. મહત્વની બાબત એ છે કે પોલિસી ધારકો લાઇફ ઇન્શ્યોરન્સ સેવિંગ પ્રોડક્ટ્સ પર લોન લઇ શકશે જેનાથી ઇમરજન્સી દરમિયાન તેઓ તેમની રોકડ જરૂરિયાતો પૂરી કરી શકે.


માસ્ટર સર્ક્યુલર અનુસાર, પોલિસીધારકો તેમની નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે પેન્શન પ્રોડક્ટ્સમાંથી પણ આંશિક ઉપાડ પણ કરી શકશે. બાળકોના શિક્ષણ, અથવા તેમના લગ્ન, બાંધકામ અથવા રહેણાંક ફ્લેટ અથવા મકાનની ખરીદીની સાથે તબીબી ખર્ચાઓને પહોંચી વળવા પેન્શન પ્રોડક્ટ્સમાંથી પૈસા ઉપાડી શકાશે.


નિયમનકારે માસ્ટર સર્ક્યુલરમાં જણાવ્યું હતું કે પોલિસીના સરેન્ડર કરવાની સ્થિતિમાં પોલિસી સરેન્ડર કરવા અને તેને ચાલુ રાખનારા પોલિસીધારકોને યોગ્ય રકમની ચુકવણી અને તેમના રોકાણના મૂલ્યની ખાતરી કરવી પડશે. IRDAIએ કહ્યું કે પોલિસીધારકોની ફરિયાદોના નિરાકરણ માટે વધુ સારી સિસ્ટમ તૈયાર કરવી પડશે.


IRDAIએ જણાવ્યું હતું કે, જો વીમા કંપની વીમા લોકપાલના નિર્ણય સામે અપીલ નહીં કરે અને તેના આદેશનો 30 દિવસની અંદર અમલ કરવામાં નહીં આવે તો ફરિયાદીને દરરોજ 5000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. પોલિસીના ખોટા વેચાણ ઉપરાંત, વીમા કંપનીઓએ પોલિસીધારકોને નાણાકીય નુકસાનથી બચાવવા તેમજ લાંબા ગાળા માટે લાભો પ્રદાન કરવા માટે વ્યવસ્થા કરવી પડશે.


IRDAI એ મોટર ઇન્શ્યોરન્સ લેનારા ગ્રાહકોને મોટી રાહત આપી છે. IRDAIએ મંગળવારે એક માસ્ટર સર્ક્યુલર જાહેર કરીને સામાન્ય જીવન વીમા કંપનીઓને વિશેષ સૂચનાઓ આપી છે. આ પરિપત્ર જાહેર થયા બાદ હવે કંપનીઓ દસ્તાવેજો ઓછા હોવા છતાં ગ્રાહકોના દાવાને નકારી શકશે નહીં.


આ પરિપત્ર દ્વારા વીમા કંપનીએ ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયાને વધુ સરળ અને વધુ ગ્રાહક કેન્દ્રિત બનાવવાનો પ્રયાસ કર્યો છે. અગાઉ, વીમા નિયમનકારે આરોગ્ય વીમા માટે પણ સમાન માસ્ટર પરિપત્ર બહાર પાડ્યો હતો. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટર એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ સામાન્ય વીમા કંપનીઓને ગ્રાહકોને વધુ સારી સેવા આપવા માટે એક માસ્ટર સર્ક્યુલર પણ જાહેર કર્યો છે.