રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગુરુવારે બેંકોને ક્રેડિટ કાર્ડ જારી કરવા અથવા વર્તમાન કાર્ડની મર્યાદા વધારવા અથવા ગ્રાહકોની મંજૂરી વિના અન્ય સુવિધાઓ શરૂ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આનું પાલન કરવામાં નિષ્ફળ સંબંધિત કંપનીઓને બિલની બમણી રકમ દંડ તરીકે ચૂકવવી પડશે.


કેન્દ્રીય બેંકે ગ્રાહકો પાસેથી લેણાંની વસૂલાત માટે કાર્ડ ઈશ્યુ  કરતી નાણાકીય સંસ્થાઓ અથવા એજન્ટ તરીકે કામ કરતી થર્ડ પાર્ટીઓ દ્વારા ધાકધમકી અથવા હેરાનગતિ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ક્રેડિટ કાર્ડ અંગેની તેની 'માસ્ટર' માર્ગદર્શિકામાં, આરબીઆઈએ જણાવ્યું હતું કે, "ગ્રાહકની મંજૂરી વિના કાર્ડ ઈશ્યુ  કરવા અથવા મર્યાદા વધારવા અથવા અન્ય સુવિધાઓ પ્રદાન કરવા સંપૂર્ણપણે પ્રતિબંધિત છે." આ માર્ગદર્શિકા 1 જુલાઈ, 2022 થી અમલમાં આવશે.


RBIએ આ મોટી માહિતી આપી 


RBIએ જણાવ્યું હતું કે જો ગ્રાહકોની મંજૂરી વિના કાર્ડ ઈશ્યુ  કરવામાં આવશે  અથવા હાલના કાર્ડને અપગ્રેડ કરવામાં આવશે  તો કાર્ડ રજૂકર્તાએ ચાર્જ રિફંડ કરવો પડશે અને દંડ ચૂકવવો પડશે. આ દંડ બિલની રકમ કરતાં બમણો હશે.


 'માસ્ટર' માર્ગદર્શિકા મુજબ, 100 કરોડની નેટવર્થ ધરાવતી વાણિજ્યિક બેંકો સ્વતંત્ર રીતે અથવા કાર્ડ ઈશ્યુ  કરતી બેંકો/નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFCs) સાથે જોડાણ કરીને ક્રેડિટ કાર્ડનો વ્યવસાય કરી શકે છે.


પ્રાદેશિક ગ્રામીણ બેંકોને તેમના સ્પોન્સર અથવા અન્ય બેંકો સાથે જોડાણ કરીને ક્રેડિટ કાર્ડ ઈશ્યુ  કરવાની પણ પરવાનગી છે. આ ઉપરાંત, જે વ્યક્તિના નામે કાર્ડ ઈશ્યુ  કરવામાં આવ્યું છે તે RBI લોકપાલને ફરિયાદ કરી શકે છે.


આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ તેની મંજૂરી વિના ક્રેડિટ કાર્ડ બિઝનેસ શરૂ કરશે નહીં. કેન્દ્રીય બેંકે એમ પણ કહ્યું કે બેંકો ગ્રાહકોને ડેબિટ કાર્ડની સુવિધા લેવાની ફરજ પાડશે નહીં.


 


ઉપરાંત, ડેબિટ કાર્ડ લેવાને અન્ય સેવાઓના લાભ સાથે લિંક કરવામાં આવશે નહીં. RBI એ કાર્ડ ઈશ્યુ  કરતી સંસ્થાઓ અથવા એજન્ટ તરીકે કામ કરતી થર્ડ પાર્ટીઓને લેણાંની વસૂલાત માટે ગ્રાહકોને ડરાવવા અથવા હેરાન કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.