Cryptocurrency in WhatsApp Pay: ભારત સરકાર ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) પર લગામ લગાવવાની તૈયારી કરી રહી છે, પરંતુ વિશ્વમાં તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેના વધતા ઉપયોગ અને લોકોમાં તેના વિશે જે ક્રેઝ જોવા મળી રહ્યો છે તેના કારણે ઘણી મોટી કંપનીઓ હવે ક્રિપ્ટોકરન્સી સ્વીકારી રહી છે. આ યાદીમાં મેટાની માલિકીની કંપનીમાં એક નવું નામ ઉમેરાયું છે. વાસ્તવમાં, વોટ્સએપે જાહેરાત કરી છે કે હવે વોટ્સએપ યુઝર્સ વોટ્સએપ પેમેન્ટ સર્વિસ (WhatsApp Payment Service) દ્વારા ક્રિપ્ટોકરન્સી પણ એક્સચેન્જ કરી શકશે, એટલે કે હવે ક્રિપ્ટોકરન્સીના રૂપમાં પણ પેમેન્ટ કરી શકાશે. જોકે, આ ફીચર અત્યાર સુધી માત્ર યુએસ માટે જ લોન્ચ કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો.


તાજેતરમાં જાહેરાત કરી હતી


અહેવાલો અનુસાર WhatsAppના CEO વિલ કેથકાર્ડ અને નોવી કંપનીના CEO સ્ટીફન કેસરિયલે તાજેતરમાં આ નવા વિકલ્પ વિશે સંયુક્ત રીતે જણાવ્યું. તેમણે માહિતી આપી કે તેનું પરીક્ષણ લાંબા સમયથી ચાલી રહ્યું હતું. હવે તેને અમેરિકામાં લોન્ચ કરવામાં આવી છે, જ્યારે ગ્વાટેમાલામાં પણ આ સર્વિસનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં તેને ત્યાં પણ લોન્ચ કરવામાં આવશે.


આ ફીચર કેવી રીતે કામ કરશે


વોટ્સએપે આ ફીચર નોવી સાથે મળીને શરૂ કર્યું છે. ખરેખર નોવી મેટાનું જ ડિજિટલ વોલેટ છે. નોવીની સગવડ અમુક જ લોકો પાસે છે. એટલે કે, જે લોકો પાસે Novi છે તેઓ જ અત્યારે WhatsApp દ્વારા ક્રિપ્ટોકરન્સી મોકલી અને પ્રાપ્ત કરી શકશે. કંપનીનું કહેવું છે કે ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) મોકલવા અને પ્રાપ્ત કરવા માટે કોઈ ચાર્જ લાગશે નહીં. આમાં, તમે WhatsApp પર ચેટિંગ પેજ પર હોય ત્યારે કોઈપણને ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) ટ્રાન્સફર કરી શકશો.


SBI ગ્રાહકો માટે Alert! આટલા કલાકો સુધી બંધ રહેશે બેંકની ઓનલાઈન સર્વિસ, જાણો ક્યારે ઉપયોગ નહીં કરી શકો