આજકાલ UPI એટલે કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ દ્વારા ચુકવણી કરવી ખૂબ જ સામાન્ય બની ગઈ છે. શાકભાજીની ગાડીઓથી લઈને મોટા-મોટા મોલ અને દુકાનોમાં તેના માધ્યમથી ચુકવણી સરળ બની ગઈ છે. જો તમે પણ UPI મારફતે ટ્રાન્જેક્શન કરો છો તો તમારે જાણવું જ જોઈએ કે NPCI 1 ફેબ્રુઆરીથી કેટલાક ટ્રાન્જેક્શન બ્લોક કરવાના છે.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ આ સંદર્ભમાં એક પરિપત્ર બહાર પાડ્યો હતો અને માહિતી આપી હતી કે 1 ફેબ્રુઆરીથી ખાસ કેરેક્ટર્સથી બનેલા આઇડી સાથેના ટ્રાન્જેક્શન સ્વીકાર કરવામાં આવશે નહીં. યુઝર્સ ફક્ત અલ્ફાન્યૂમેરિક અક્ષરોનો ઉપયોગ કરીને બનાવેલ ID દ્વારા ટ્રાન્જેક્શન કરી શકાશે. તો આવા લોકોની આઇડી બ્લોક કરી દેવામાં આવશે.
UPI ટ્રાન્જેક્શન વધારવાનો હેતુ
NPCI એ આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે રિટેલ પેમેન્ટ ઓપરેટરો ટ્રાન્જેક્શન માટે UPIના વિકલ્પોનો ઉપયોગ વધારવાનું લક્ષ્ય રાખ્યું છે. 2016માં નોટબંધી પછી ભારતમાં ડિજિટલ ટ્રાન્જેક્શન ઝડપથી ઉભરી આવ્યા છે.
બહુ ઓછા કેસ
આ બાબતમાં ભારતના નેશનલ પેમેન્ટ્સ ઇન્ટરફેસે પહેલાથી જ લોકોને UPI ID માટે સ્પેશ્યલ કેરેક્ટર્સના બદલે અલ્ફાન્યૂમેરિક અક્ષરોનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. જે પછી ઘણા લોકોએ તેને સ્વીકાર્યું હતું પરંતુ હજુ પણ કેટલાક યુઝર્સ તેને અનુસરી રહ્યા નથી. હવે NPCI આને લાગુ કરવા માટે કડક પગલાં લેવા જઈ રહ્યું છે. જેથી કોઈ પણ વ્યક્તિ UPI ટ્રાન્જેક્શન આઇડીમાં કોઈ સ્પેશ્યલ અક્ષરોનો ઉપયોગ ન કરે.
આવા ટ્રાજેક્શન સ્વીકારવામાં આવશે નહીં.
કેન્દ્રીય સિસ્ટમ એવા બધા ટ્રાન્જેક્શન સ્વીકારશે નહીં જેમના UPI IDમાં સ્પેશ્યલ વર્ઝન હોય છે. NPCI એ તમામ બેન્કિંગ સંસ્થાઓને આનું કડક પાલન કરવાની સલાહ પણ આપી છે.