NPS Vatsalya Calculator: કેન્દ્ર સરકારે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એક ખાસ પેન્શન યોજના NPS વાત્સલ્ય લૉન્ચ કરી છે. આ ખાસ કરીને નાના બાળકો માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ માતા પિતા તેમના બાળકો માટે રોકાણ કરીને તેમના ભવિષ્યને સુરક્ષિત બનાવી શકે છે. આ યોજના હેઠળ સરકાર જમા રકમ પર કમ્પાઉન્ડિંગ વ્યાજ દરનો લાભ આપી રહી છે. આ યોજના વિશે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ 2024માં જાહેરાત કરી હતી. આ યોજનાની શરૂઆત દેશના 75 સ્થળોએ કરવામાં આવી છે અને તેના હેઠળ 250થી વધુ કાયમી નિવૃત્તિ ખાતા નંબર ફાળવવામાં આવ્યા છે. આ યોજનાની ખાસ વાતો જાણીએ


NPS વાત્સલ્ય શું છે?


NPS વાત્સલ્ય હેઠળ માતા પિતા રોકાણ કરીને તેમના બાળકોના ભવિષ્યને સુરક્ષિત બનાવી શકે છે. આ યોજના હેઠળ તમે તમારા બાળક માટે દર મહિને ઓછામાં ઓછા 1,000 રૂપિયાનું રોકાણ કરી શકો છો. આ યોજના હેઠળ મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. આ યોજનાનો 3 વર્ષનો લૉક ઇન પીરિયડ છે. લૉક ઇન પીરિયડ પૂરો થયા પછી બાળક 18 વર્ષનું થાય ત્યારે તેના અભ્યાસ, બીમારી વગેરે જેવી સ્થિતિમાં કુલ યોગદાનના 25 ટકા રકમ સુધી ઉપાડી શકાય છે. કટોકટીની સ્થિતિમાં કુલ 3 વખત સુધી પૈસા ઉપાડી શકાય છે. તમે આ ખાતું બેંક, પોસ્ટ ઑફિસ, ઑનલાઇન પ્લેટફોર્મ અથવા ઇ NPS દ્વારા ખોલી શકો છો.


બાળક બનશે કરોડપતિ!


NPS કેલ્ક્યુલેટર મુજબ જો તમે બાળકના NPS વાત્સલ્ય ખાતામાં દર વર્ષે 10,000 રૂપિયાનું રોકાણ કરો છો, તો બાળકની 18 વર્ષની ઉંમર સુધીમાં કુલ જમા રકમ 5 લાખ રૂપિયા થશે. આમાં 10 ટકાના અંદાજિત રિટર્ન હેઠળ 5 લાખ રૂપિયાનું ફંડ જમા થશે. જો રોકાણ 60 વર્ષની ઉંમર સુધી ચાલુ રહેશે તો 10 ટકાના અંદાજિત રિટર્નના આધારે તમને 2.75 કરોડનું ફંડ મળશે. 11.59 ટકાના અંદાજિત રિટર્ન પર તમે 5.97 કરોડ રૂપિયાના માલિક બનશો. જો કોઈ વ્યક્તિને 12.86 ટકાનું અંદાજિત રિટર્ન મળે છે, તો તમે 60 વર્ષની ઉંમરે 11.05 કરોડ રૂપિયાનું ફંડ મેળવી શકો છો.


ખાતું કેવી રીતે ખોલાવશો?


NPS ખાતું ખોલાવવા માટે તમે બેંક, પોસ્ટ ઑફિસ અથવા ઇ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકો છો. તમે વિવિધ eNPS પ્લેટફોર્મ દ્વારા ઑનલાઇન ખાતું ખોલાવી શકો છો. આ ઉપરાંત ICICI બેંક, એક્સિસ બેંક જેવી ઘણી બેંકોએ PFRDA સાથે ભાગીદારી કરી છે. આવી સ્થિતિમાં તમે આ બેંકોમાં NPS વાત્સલ્ય ખાતું ખોલાવી શકો છો.


આ પણ વાંચોઃ


Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ