NSE: ભારતના નેશનલ સ્ટોક એક્સચેન્જે તેની અર્ધવાર્ષિક સમીક્ષામાં નિફ્ટી 50, નિફ્ટી 500, નિફ્ટી નેક્સ્ટ 50 સહિત કુલ 42 ઇન્ડેક્સ શેરોમાં ફેરફારની જાહેરાત કરી છે. આ જાહેરાત ગઈકાલે એટલે કે 17મી ફેબ્રુઆરીએ કરવામાં આવી છે. આ અંતર્ગત ઘણા સૂચકાંકોમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને તેમાં ક્ષેત્રીય સૂચકાંકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
અદાણી વિલ્મર અને અદાણી પાવર વિશે શું છે સમાચાર
આ સિવાય અદાણી ગ્રુપની કંપનીઓના શેર ધરાવનારાઓ માટે સારા સમાચાર છે. કારણ કે અદાણી પાવર અને અદાણી વિલ્મરનો કેટલાક સૂચકાંકોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અદાણી વિલ્મરને નિફ્ટી નેક્સ્ટ 50 અને નિફ્ટી 100 ઈન્ડેક્સમાં સામેલ કરવામાં આવ્યા છે જ્યારે અદાણી પાવર પણ નિફ્ટી 500નો ભાગ બનવા જઈ રહ્યો છે. આ સિવાય અદાણી પાવરનો સમાવેશ નિફ્ટી 200, નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ, નિફ્ટી મિડકેપ 150, નિફ્ટી લાર્જ મિડકેપ 250 અને નિફ્ટી મિડકેપ 400 ઈન્ડેક્સમાં કરવામાં આવી રહ્યો છે. આ તમામ ફેરફારો 31 માર્ચ, 2023થી અમલમાં આવશે, એમ NSEએ એક નિવેદનમાં જણાવ્યું છે.
જાણો કયા સ્ટોકનો સમાવેશ કરવામાં આવ્યો અને કયા બાકાત રાખવામાં આવ્યા
અદાણી વિલ્મર ઉપરાંત એબીબી ઈન્ડિયા, કેનેરા બેંક, નિફ્ટી 50 ઈન્ડેક્સમાં પેજ ઈન્ડસ્ટ્રીઝ, વરુણ બેવરેજીસનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે Paytm સાથે બંધન બેંક, બાયોકોન, ગ્લેન્ડ ફાર્મા, એમ્ફેસિસને નિફ્ટી 50 ઈન્ડેક્સમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. જોકે, નિફ્ટીએ તેની સમય મુજબની સમીક્ષામાં નિફ્ટી 50 ઈન્ડેક્સમાં કોઈ ફેરફાર કર્યો નથી.
આ માંગ અદાણીના શેરને લઈને કરવામાં આવી રહી છે
નોંધનીય છે કે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બહાર આવ્યો ત્યારથી વિરોધ પક્ષો અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટ્સને નિફ્ટી 50માંથી બાકાત રાખવાની માંગ કરી રહ્યા છે. હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ
Income Tips: સેવિંગ એકાઉન્ટના બદલે બેંકના આ ખાતામાં જમા કરો રૂપિયા, થશે તગડી કમાણી!