આ અગાઉ છ જાન્યુઆરીના રોજ સુનાવણી દરમિયાન રતન ટાટા અને નુસ્લી વાડિયા માનહાનિ કેસમાં ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું હતું કે, બંન્ને ઇન્ડસ્ટ્રિઝના દિગ્ગજ લીડર છો અને તેમને વાતચીતથી વિવાદનો ઉકેલ લાવવો જોઇએ. આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સોમવારે ફરી સુનાવણી હાથ ધરાઇ હતી.
નુસ્લી વાડિયાને સ્વતંત્ર ડિરેક્ટર પદ પરથી હટાવ્યા બાદ રતન ટાટા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.વાડિયા ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને ટાટા કેમિકલ્સના બોર્ડ્સમાં સ્વતંત્ર ડિરેક્ટર હતા. ડિસેમ્બર,2016થી ફેબ્રુઆરી,2017 વચ્ચેના ગાળામાં યોજાયેલી બેઠકોમાં શેરધારકોએ વાડિયા વિરુદ્ધ મતદાન કરી તેમને બહાર કરી દીધા હતા. 2016માં નુસ્લી વાડિયાને રતન ટાટા અને અન્ય વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. વાડિયાએ આ મામલે 3000 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું હતું. જૂલાઇ 2019માં બોમ્બે હાઇકોર્ટે ગુનાહિત માનહાનિને રદ કરી દીધો હતો. બોમ્બે હાઇકોર્ટના નિર્ણયને નુસ્લી વાડિયાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.