Nykaa Share Price: બ્યુટી અને વેલનેસ કંપની નાયકાના IPOમાં રોકાણ કરનારા રોકાણકારોને જબરદસ્ત આંચકો લાગ્યો છે. Nykaa નો સ્ટોક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થયા પછી પ્રથમ વખત IPO પ્રાઇસ લેવલથી નીચે સરકી ગયો છે. Nykaa ના સ્ટોક માટે ખરાબ સમાચાર આવ્યા હતા, જેણે સંવત 2078 માં સ્ટોક એક્સચેન્જમાં તેના બમ્પર લિસ્ટિંગ સાથે તહેલકો મચાવનાર Nykaa ના સ્ટોક માટે સંવત 2079 ની શરૂઆત સાથે ખબાર સમાચાર સામે આવ્યા છે. મંગળવારના ટ્રેડિંગ સેશનમાં, Nykaa નો સ્ટોક તેની IPO કિંમત રૂ. 1125 થી નીચે ગયો હતો. રૂ. 1117ના સ્તરે પહોંચી ગયો છે.


પ્રથમ વખત IPO કિંમત નીચે


નાયકાનો શેર સવારે 1147.80 રૂપિયા પર ખુલ્યો હતો. પરંતુ પ્રોફિટ-બુકિંગને કારણે શેર 2 ટકા ઘટીને રૂ.1120ના સ્તરે પહોંચ્યો હતો. 2021માં લિસ્ટિંગ થયા બાદ Nykaaના શેરની કિંમત 1125 રૂપિયાની નીચે આવી હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે. જ્યારે કંપની 10 નવેમ્બર, 2021 ના ​​રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ હતી, ત્યારે શેરે IPO કિંમતથી રોકાણકારોને બમ્પર વળતર આપ્યું હતું. નાયકાનો રૂ. 1125નો શેર રૂ. 2573 પર પહોંચી ગયો હતો. પરંતુ પ્રોફિટ-બુકિંગને કારણે શેર 56 ટકા ઘટ્યો હતો. Nykaaનું માર્કેટ કેપ ઘટીને રૂ. 52,914 કરોડ થયું છે.


લોક-ઇન પિરિયડનો અંત આવી રહ્યો છે


એન્કર રોકાણકારો માટે શેરમાં રોકાણ કરવાનો એક વર્ષનો લૉક-ઇન પિરિયડ 10 નવેમ્બર, 2022ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે લોક-ઈન પીરિયડ પૂરા થયા બાદ નાયકાનો સ્ટોક વધુ ઘટી શકે છે. ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની Zomatoના લિસ્ટિંગને એક વર્ષ પૂર્ણ થયા બાદ સ્ટોકમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.


ટેક કંપનીઓના શેર IPO ભાવથી નીચે


Nykaaનો સ્ટોક પણ IPO પ્રાઇસ લેવલથી નીચે ગયો છે. 2021માં આવેલા Paytm, Policybazaar, Zomato, Cartrade જેવી ટેક કંપનીઓના શેર પણ IPO પ્રાઇસ લેવલથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે.