Nykaa IPO Update : બ્યુટી અને વેલનેસ પ્રોડક્ટ્સ ઓનલાઈન વેચતી કંપની Nykaa નો IPO સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. Nykaa ના IPO માં રોકાણ કરનારા રોકાણકારોને લોટરી લાગી શકે છે. Nykaa નો સ્ટોક ગ્રે માર્કેટમાં 60 ટકા પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. મતલબ કે શેરની કિંમત 1085 - 1125 રૂપિયા નક્કી કરવામાં આવી છે, ત્યારબાદ ગ્રે માર્કેટમાં શેર 1795 - 1805 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. નિષ્ણાતો ગ્રે માર્કેટમાં લિસ્ટિંગના સમય સુધીમાં પ્રીમિયમ દરમાં વધુ ઉછાળો આવવાની આગાહી કરી રહ્યા છે.


IPO 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ખુલ્લો રહેશે


FSN ઇ-કોમર્સ વેન્ચર્સ લિમિટેડના Nykaa IPO દ્વારા બજારમાંથી રૂ. 5,200 કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહ્યું છે. Nykaa IPOમાં રોકાણકારો 1 નવેમ્બર સુધી કંપનીના શેર માટે અરજી કરી શકશે, મોટાભાગની બ્રોકરેજ કંપનીઓએ તેના વિશે હકારાત્મક વલણ દર્શાવ્યું છે. ઇશ્યૂ પ્રાઇસ બેન્ડ રૂ. 1,085-1,125 છે અને 12 શેરની લોટ સાઈઝ પ્રમાણે રૂ. 13,500 છે. રિટેલ રોકાણકારો રૂ. 1,89,000ના 14 લોટના મહત્તમ શેર માટે અરજી કરી શકે છે. સેબીએ નાયકાને 11 ઓક્ટોબરના રોજ IPO લાવવાની મંજૂરી આપી હતી.


ફાલ્ગુની નાયર નાયકાના પ્રમોટર છે


ફાલ્ગુની નાયર, સંજય નાયર, ફાલ્ગુની નાયર ફેમિલી ટ્રસ્ટ અને સંજય નાયર ફેમિલી ટ્રસ્ટ કંપનીના પ્રમોટર્સ છે. Nykaa ની સ્થાપના 2012 માં ભૂતપૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ફાલ્ગુની નાયર દ્વારા કરવામાં આવી હતી. આજે, તે ભારતમાં એક અગ્રણી મલ્ટિ-બ્રાન્ડ બ્યુટી અને પર્સનલ કેર પ્લેટફોર્મ છે અને ફેશન સ્પેસમાં તેની હાજરી અનુભવી રહ્યું છે. આઈપીઓમાંથી એકત્ર કરાયેલા નાણાંથી કંપની નવા રિટેલ સ્ટોર્સ ખોલશે તેમજ નવા વેરહાઉસ સ્થાપશે. વિસ્તરણની સાથે કંપની અમુક દેવું પણ ચૂકવવાની યોજના બનાવી રહી છે. જેથી વ્યાજ ખર્ચ ઘટાડી શકાય.


Nykaa લિસ્ટિંગ 11મી નવેમ્બરે થઈ શકે છે


કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા કંપની, બોફા સિક્યોરિટીઝ ઈન્ડિયા, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા, જેએમ ફાઈનાન્સિયલ અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ આ ઈશ્યુના મર્ચન્ટ બેન્કર્સ છે. Nykaa 11 નવેમ્બરે મુખ્ય સ્ટોક એક્સચેન્જો BSE અને NSE પર લિસ્ટેડ થશે. કંપનીએ 2020-21માં રૂ. 61.9 કરોડનો નફો કર્યો હતો. કંપનીની આવક પણ 1768 કરોડ રૂપિયાથી વધીને 2441 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે 2019-20માં કંપનીને 16 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી.