ભારતમાં લોન્ચ થયું વધુ એક ઈ સ્કૂટર, ટોપ સ્પીડ જાણીને લાગી જશે આંચકો
નવી દિલ્હીઃ ઓકિનાવા સ્કૂટર્સે ભારતમાં ધીમી ગતિથી દોડતા ઈલેક્ટ્રિક સ્કૂટર ઓકિનાવા લાઇટ લોન્ચ કરી દીધું છે, આ ઈ સ્કૂટરની કિંમત 59,990 રૂપિયા રાખવામાં આવી છે. આ નવું ઈલેકટ્રિક સ્કૂટર યુવાઓ અને મહિલાઓ માટે બનાવવામાં આવ્યું છે. સ્કૂટર યૂઝર ફ્રેન્ડલી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વ્હાઇટ અને બ્લૂ એમ બે કલરમાં આ સ્કૂરટર લોન્ચ કરવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી ઓકિનાવા લાઇટ ઇલેક્ટ્રિક સ્કૂટર હેઝાર્ડ ફંકશન, પાછળ બેસનાર માટે ઇનબિલ્સ ફટરેસ્ટ અને LED સ્પીડોમીટર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સ્કૂરટર LED હેડલાઇટ, LED વિંકર્સ, સ્ટાઇલિશ LED ટેલલેંપ, ઓટોમેટિક ઇલેકટ્રોનિક હેંડલ, સેલ્ફ સ્ટાર્ટ પુશ બટન અને સ્ટીલ ફ્રેમ બોડી આપવામાં આવી છે. આ ઇલેક્ટ્રિક સ્કૂરટમાં 17 ઈંચના કંપાર્ટમેંટ બોક્સ પણ આપવામાં આવ્યું છે.
ઓકિનાવા લાઇટની મોટર અને બેટરી પર કંપની 3 વર્ષની વોરંટી આપે છે. ઓકિનાવા લાઇટમાં 250 Watt, BLDC ઇલેકટ્રિક વોટરપ્રૂફ મોટર લાગેલી છે, જે 40 V, 1.25 kWh લીથિયમ-આયન બેટરીથી સજ્જ છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ટોપ સ્પીડ 25 કિમી/કલાક છે અને બેટરી ફૂલ ચાર્જ થયા બાદ 50-60 કિમી દોડાવી શકાય છે. બેટરી ફૂલ ચાર્ડ થવામાં 4 થી 5 કલાકનો સમય લાગે છે. કંપનીએ ઇલેકટ્રિક સ્કૂટરમાં એલ્યુમિનિયમ અલૉય વ્હીલ્સ અને ઇ-એબીએસ પણ આપ્યા છે. જે રિજનરેટિવ બ્રેકિંગ સાથે આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -