Budget 2022:નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કરી દીધું છે.તેમણે પોસ્ટઓફિસની સેવાને વધુ અધતન બનવા માટે ખાસ મોટી જાહેરાત કરી છે.
પોસ્ટ ઓફિસમાં ઓનલાઈન ટ્રાન્સફર પણ શક્ય બનશે અને પોસ્ટ ઓફિસ કોર બેંકિંગ સેવા હેઠળ આવશે. 75 જિલ્લામાં ડિજિટલ બેંકિંગ શરૂ કરવામાં આવશે. 2022થી પોસ્ટ ઓફિસમાં ડિજિટલ બેંકિંગ પર કામ કરવામાં આવશે. પોસ્ટ ઓફિસમાં ATMની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.
ઉપરાંત બજેટમાં વિદેશ જનાર માટે પણ મોટી જાહેરાત કરાઇ છે. 2022-23થી જ ચિપવાળા ઇ-પાસપોર્ટ અપાશે. તેમણે રેલવે માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ત્રણ વર્ષમાં 300 નવી વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવશે.:નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કરી દીધું છે.તેમણે પોસ્ટઓફિસની સેવાને વધુ અધતન બનવા માટે ખાસ મોટી જાહેરાત કરી છે.
પોસ્ટ ઓફિસમાં ઓનલાઈન ટ્રાન્સફર પણ શક્ય બનશે અને પોસ્ટ ઓફિસ કોર બેંકિંગ સેવા હેઠળ આવશે. 75 જિલ્લામાં ડિજિટલ બેંકિંગ શરૂ કરવામાં આવશે. 2022થી પોસ્ટ ઓફિસમાં ડિજિટલ બેંકિંગ પર કામ કરવામાં આવશે. પોસ્ટ ઓફિસમાં ATMની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.ઉપરાંત બજેટમાં વિદેશ જનાર માટે પણ મોટી જાહેરાત કરાઇ છે. 2022-23થી જ ચિપવાળા ઇ-પાસપોર્ટ અપાશે. તેમણે રેલવે માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ત્રણ વર્ષમાં 300 નવી વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવશે.
ત્રણ વર્ષમાં 300 નવી વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવશે
Vande Bharat Trains: નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કર્યું છે. બજેટ રજૂ કરતા નાણામંત્રીએ કહ્યું કે, આપણે આઝાદીના 75માં વર્ષમાં છીએ. આ બજેટમાં આગામી 25 વર્ષ માટેની બ્લુ પ્રિન્ટ છે. આ દરમિયાન તેમણે રેલવે માટે એક મોટી જાહેરાત પણ કરી હતી. તેમણે કહ્યું કે અમે 3 વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનો દોડાવાની જાહેરાત કરી હતી.
નાણામંત્રીએ કહ્યું કે, આગામી 3 વર્ષમાં 400 નવી પેઢીની વંદે ભારત ટ્રેન વધુ સારી ક્ષમતા સાથે ચલાવવામાં આવશે. આગામી 3 વર્ષ દરમિયાન, 100 PM ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ વિકસાવવામાં આવશે અને મેટ્રો સિસ્ટમના નિર્માણ માટે નવી પદ્ધતિઓ અપનાવવામાં આવશે.
આ સિવાય સરકારે બજેટમાં યુવાનોને પણ રાહત આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે 60 લાખ નવી નોકરીઓની જાહેરાત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે 30 લાખ વધારાની નોકરીઓ ઉપલબ્ધ કરાવવાની સંભાવના છે.