Ritesh Agarwal Father Demise Update: ઓયોના ફાઉન્ડર રિતેશ અગ્રવાલના પિતા રમેશ અગ્રવાલનું ગુરુગ્રામમાં  હાઈ રાઈઝ બિલ્ડિંગ પરથી પડી જતા મોત થયું છે. રિપોર્ટ્સ મુજબ રિતેશ અગ્રવાલના પિતા રમેશ અગ્રવાલ બિલ્ડિંગના 20મા ફ્લોર પરથી નીચે પડતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગુરુગ્રામ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. પોલીસ પોતાનું નિવેદન જાહેર કરી શકે છે. રમેશ અગ્રવાલ પોતાની પત્ની સાથે અહીં રહેતા હતા. રિતેશ અગ્રવાલ આ બિલ્ડિંગમાં નહોતા રહેતા.