OYO New Feature: ઓયો તરફથી હવે પોતાના કસ્ટમર્સને મોટી ભેટ આપવામાં આવી છે, હાલમાં જ ઓયો દ્વારા નવી પેમેન્ટ સર્વિસ લૉન્ચ કરવામાં આવી છે. કંપની દ્વારા એક નવી સેવા "Stay Now and Pay Later" શરૂ કરવામાં આવી છે. આ સર્વિસ હાલમાં ભારતીય મુસાફરો માટે શરૂ કરવામાં આવી છે. આ નવી સર્વિસમાં યૂઝર્સ એડવાન્સમાં રૂમ બુક કરી શકશે, અને આનું પેમેન્ટ પાછળથી ચૂકવવાનો ઓપ્શન હશે. આના કારણે કસ્ટમર્સના માથે તાત્કાલિક પૈસાની ચૂકવણીનો બોજ પણ નહીં રહે. ખરેખરમાં, ઓયોએ Simpl સાથે એક ખાસ પ્લાનિંગ કર્યું છે, આ ક્રેડિટ બેઝ્ડ પેમેન્ટ સર્વિસ છે.
સ્ટે નાઉ પે લેટર ફિચરમાં ગ્રાહકને ક્રેડિટ લિમિટ ઓફર કરવામાં આવશે. આ સર્વિસમાં યૂઝર્સને 5000 રૂપિયાની ક્રેડિટ આપવામાં આવશે, એટલે કે તમે 5000 રૂપિયા સુધીનો રૂમ ફ્રીમાં બુક કરાવી શકશો. આ માટે તમારે એડવાન્સમાં કોઈ ચાર્જ કરવો પડશે નહીં. યૂઝર્સને 15 દિવસ પછી આ પેમેન્ટ ચૂકવવાનો ઓપ્શન મળશે. આ ફિચર Oyo એપની હૉમ સ્ક્રીન પર જોવા મળશે. આ ફિચર હાલમાં એન્ડ્રૉઇડ યૂઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, જે ટૂંક સમયમાં iOS યૂઝર્સ માટે પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સસ્તામાં બુક કરી શકશો ઓયો રૂમ્સ -
ઉલ્લેખનીય છે કે, Oyo તરફથી એક ટ્રાવેલ ઑફર આવી છે, જેમાં Book Now Pay Laterનો ઓપ્શન આપવામાં આવી રહ્યો છે. હકીકતમાં ઉનાળાના વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં લોકો બહાર ફરવા નીકળે છે. આવામાં ઉનાળાની ઓફરમાં ઓયોમાંથી બુક નાઉ પે લેટરનો ઓપ્શન હટાવી દેવામાં આવ્યો છે. OYO સર્વિસ ભારત સહિત વિશ્વભરમાં ઉપલબ્ધ છે, જ્યાં ઓછા ખર્ચે રૂમ બુક કરી શકાય છે.
હવે ઓયો કર્મચારીઓની કરશે છટણી, 600 લોકોની જશે નોકરી
IPO લાવવાની તૈયારી કરી રહેલી ટ્રાવેલ ટેક્નોલોજી ફર્મ ઓયોએ શનિવારે કહ્યું કે તે ટેક્નોલોજી અને કોર્પોરેટ સેક્ટરમાં 600 નોકરીઓ કાપશે. આ રીતે, કંપની તેના 3,700 કર્મચારીઓમાંથી લગભગ 10 ટકા ઘટાડશે. આ સાથે કંપની રિલેશનશિપ મેનેજમેન્ટ ટીમમાં લગભગ 250 લોકોની ભરતી પણ કરશે. ટ્રાવેલ ટેક ફર્મ OYO તેનો IPO લાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી રહી છે. જો કે આ પહેલા શનિવારે કંપનીના કર્મચારીઓ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ઓયોએ કહ્યું કે તે તેના 3700 કર્મચારી આધારને લગભગ 10 ટકા ઘટાડીને 600 લોકોને છૂટા કરવા જઈ રહ્યું છે. આ સાથે કંપની રિલેશનશિપ મેનેજમેન્ટ ટીમમાં લગભગ 250 લોકોની ભરતી પણ કરશે. આ ઘટાડા મુખ્યત્વે ટેક્નોલોજી અને કોર્પોરેટ વર્ટિકલ્સમાં થવાના છે. ઓયોએ કહ્યું કે કંપનીનું આ પગલું કંપનીના સંગઠનાત્મક માળખામાં વ્યાપક ફેરફારોને લાગુ કરવાનો એક ભાગ છે. તે તેની પ્રોડક્ટ અને એન્જિનિયરિંગ, કોર્પોરેટ હેડક્વાર્ટર અને OYO વેકેશન હોમ્સની ટીમોનું કદ ઘટાડી રહી છે.