UPI એ ભારતીયોનું જીવન ઘણું સરળ બનાવ્યું છે. તમારે 10 રૂપિયાની ચા પીવી હોય કે 50 હજાર રૂપિયાની ખરીદી કરવી હોય. દરેક પ્રકારનું પેમેન્ટ થોડી જ મિનિટોમાં થઇ જાય છે.  યુપીઆઈની શરૂઆત પછી સ્થિતિ એવી બની ગઈ છે કે આજકાલ લોકોએ રોકડ લઈને જવાનું બંધ કરી દીધું છે. ઘણી વખત આવી પરિસ્થિતિઓ ઊભી થાય છે જ્યારે ટ્રાજેક્શન ફેલ થાય છે અથવા અટકી જાય છે અને લોકો પાસે રોકડ હોતી નથી. ક્યારેક બેંકનું સર્વર ડાઉન હોય તો ક્યારેક રિસીવર ID ખોટો હોય વગેરે જેવા અનેક કારણો હોય છે.  આવી સ્થિતિમાં, અમે તમને પેમેન્ટ પૂર્ણ કરવા માટે કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ.

Continues below advertisement


દરરોજની UPI લિમિટ તપાસો


મોટાભાગના પેમેન્ટ ગેટવેમાં UPI ટ્રાજેક્શન માટેની ડેઇલી લિમિટ હોય છે. UPI ટ્રાન્ઝેક્શન દ્વારા એક સમયે માત્ર 1 લાખ રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકાય છે. આવી સ્થિતિમાં, જો તમે 1 લાખ રૂપિયાની મર્યાદા વટાવી દીધી છે અથવા લગભગ 10 UPI ટ્રાન્ઝેક્શન કર્યા છે તો તમારે લિમિટ રિન્યૂ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. જો તમે ઈચ્છો તો તમે અન્ય પેમેન્ટ મેથડ મારફતે તમારુ પેમેન્ટ પૂર્ણ કરી શકો છો.


UPI ID સાથે એક કરતાં વધુ બેન્ક એકાઉન્ટ લિંક કરો


UPI પેમેન્ટ ફેઇલ થવાનું સૌથી મોટું કારણ બેન્ક સર્વર છે. આવી સ્થિતિમાં તમારા UPI ID સાથે એક કરતાં વધુ બેન્ક એકાઉન્ટ લિંક કરવું એ વધુ સારો વિકલ્પ છે. જેથી કરીને જો એક બેન્કનું સર્વર વ્યસ્ત હોય તો તમે બીજા બેન્ક એકાઉન્ટ મારફતે પેમેન્ટ પ્રોસેસ પૂર્ણ કરી શકો છો


રીસીવરની વિગતો તપાસો


પૈસા મોકલતા પહેલા તમે રીસીવરનો બેન્ક એકાઉન્ટ નંબર અને IFSC કોડ ચેક કરો.  જો આમાંથી કોઈપણ ખોટું હશે તો ટ્રાજેક્શન ફેલ થઇ શકે છે


સાચો UPI પિન દાખલ કરો


આજકાલ લોકો પાસે યાદ રાખવા માટે ઘણા બધા પાસવર્ડ હોય છે. પછી તે સોશિયલ મીડિયા એકાઉન્ટ હોય કે એટીએમ પિન કે લેપટોપ આઈડી. આવી સ્થિતિમાં ઘણી વખત યુઝર્સ પેમેન્ટ કરતી વખતે ખોટો પિન દાખલ કરે છે અથવા તેને સંપૂર્ણપણે ભૂલી જાય છે. જો તમે પાસવર્ડ ભૂલી ગયા છો તો Forget UPI PIN પર ટેપ કરીને UPI PIN રીસેટ કરી શકો છો.


તમારું ઈન્ટરનેટ કનેક્શન તપાસો


ઈન્ટરનેટ કનેક્શનમાં સમસ્યાને કારણે ઘણી વખત UPI પેમેન્ટ નિષ્ફળ જાય છે. આવી સ્થિતિમાં તમારે તમારા ફોનમાં કનેક્શન ચેક કરવું પડશે અથવા ફોન કનેક્શનને ફ્લાઈટ મોડમાં મૂકીને રીસેટ કરવું પડશે.