નવી દિલ્હી: પારસ ડિફેન્સ અને સ્પેસ ટેકનોલોજીના આઈપીઓમાં રોકાણકારોએ ભારે રસ દાખવ્યો છે. કંપનીનો IPO 304.26 ગણો ભરાયો છે. પારસ ડિફેન્સનો IPO 21 સપ્ટેમ્બરના રોજ ખુલ્યો અને 23 સપ્ટેમ્બરે બંધ થયો હતો. NSE ની અપડેટ કરેલી માહિતી મુજબ, IPO ને 2,17,26,31,875 શેર માટે બિડ મળી છે, જ્યારે 71,40,793 શેર ઓફર કરવામાં આવ્યા છે.


નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ કેટેગરી 927.70 વખત, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIBs) 169.65 વખત અને રિટેલ વ્યક્તિગત રોકાણકારો (RIIs) 112.81 ગણો ભરાયો હતો. IPOમાં રોકાણ કરનારાઓને આગામી 28 સપ્ટેમ્બરે શેરનું એલોટમેન્ટ મળે તેવી શક્યતા છે. લિંક ઇનટઇમને ઇશ્યૂના રજિસ્ટ્રાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.


કંપની એકત્ર કરેલા નાણાંનો ઉપયોગ કેવી રીતે કરશે


પારસ ડિફેન્સના IPO માં રૂ. 140.6 કરોડના ફ્રેશ ઇશ્યુ અને 17,24,490 ઇક્વિટી શેરની વેચાણ માટેની ઓફર હતી. આ ઓફર માટે પ્રાઈસ બેન્ડ 165-175 રૂપિયા રાખવામાં આવી હતી. શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. કંપની આઇપીઓ દ્વારા એકત્ર કરેલા ભંડોળનો ઉપયોગ મશીનરી અને અન્ય સાધનો ખરીદવા માટે કરશે. આ સિવાય, ભંડોળનો ઉપયોગ કાર્યકારી મૂડી વધારવા, દેવું ચૂકવવા અને સામાન્ય કોર્પોરેટ કાર્યોને પહોંચી વળવા માટે કરવામાં આવશે. પારસ ડિફેન્સ ઘણા દેશોમાં તેની પ્રોડક્ટની નિકાસ કરે છે.


ભારતીય ખાનગી કંપની હજુ સુધી સંરક્ષણ ક્ષેત્રમાં લિસ્ટેડ નથી


પારસ ડિફેન્સ કંપની સંરક્ષણ અને અવકાશ ઇજનેરી ઉત્પાદનો અને ઉકેલોની વિશાળ શ્રેણીની ડિઝાઇન, વિકાસ, ઉત્પાદન અને પરીક્ષણમાં કામ કરે છે. અત્યાર સુધી સંરક્ષણ ક્ષેત્રમાં કોઈ ભારતીય ખાનગી કંપની બજારમાં લિસ્ટેડ નથી. એટલે કે પારસ ડિફેન્સ સંરક્ષણ ક્ષેત્રની પ્રથમ ખાનગી કંપની હશે જે લિસ્ટેડ થશે.


આ પણ વાંચોઃ Amazon Job Vacancy: ફેસ્ટિવ સીઝન પહેલા Amazon એક લાખથી વધારે લોકોને રોજગારી આપશે