પાર્લે એગ્રોનું ડેરી સેગમેન્ટમાં ડાઈવર્સિફિકેશન એક નિર્વિવાદ ક્રાંતિ છે. આ પ્રવાહને ચાલુ રાખતાં પાર્લે એગ્રોએ નવું નક્કોર કોફી ફ્લેવર્ડ ડ્રિંક સ્મૂધ કોફી ફ્રેપ્પી લોન્ચ કર્યું છે. આ વહાલી બહુશ્રેણી, બહુ-બ્રાન્ડ બેવરેજ દિગ્ગજ સ્મૂધ છત્રછાયા હેઠળ ગ્રાહકોને નવી ફ્લેવર આપીને ડેરી સેગમેન્ટમાં અસાધારણ સફળતાની તેની દોડ ચાલુ રાખવા માટે ઉત્સુક છે. આ નવો પ્રકાર રાષ્ટ્રીય બ્રાન્ડ એમ્બેસેડર વરુણ ધવન સાથે કેમ્પેઈન થકી ગ્રાહકો સામે રજૂ કરવામાં આવ્યો હતો.
લાક્ષણિક કેફે જેવો સ્વાદ અને અનુભવની ખાતરી રાખવા માટે ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીઓથી સાથે નિર્મિત કોફી ફ્રેપ્પી સિલ્કી અને સ્વાદિષ્ટ કોફી ફ્લેવર્ડ મિલ્ક બેવરેજ છે. તે સ્મૂધના ક્લાસિક અને સુવિધાજનક, સિંગલ સર્વ ટેટ્રા પેકમાં 85 મિલિ માટે રૂ. 10ની કિંમતે ઉપલબ્ધ છે. સ્મૂધ સૌપ્રથમ બે સાર્વત્રિક લોકપ્રિય કન્ઝયુમર ફ્લેવર્સ ચોકલેટ મિલ્ક અને ટોફી કેરેમલ લઈને આવી હતી, જેણે દૂરસુદૂરના ગ્રાહકોનાં મન જીતી લીધાં હતાં. આ પછી કોફી પીનારા અને કેફેનના શોખીનોની બજારમાં વધુ પ્રસાર કરવા માટે પાર્લે એગ્રો દ્વારા કોફી ફ્રેપ્પી લોન્ચ કરવામાં આવી છે.
કોફી ફ્રેપ્પી માટે ટીવીસીમાં વરુણ ધવન જિંગલ દસ કા દૂધ, ઓહ સો સ્મધ જિંગલ સાથે નવી ફ્લેવર પ્રસ્તુત કરે છે. ફ્લેવર્ડ મિલ્ક બ્રાન્ડના મુખ્ય સંદેશનો પડઘો પાડતાં વરુણ ધવન પીણું અજમાવવા માટે બ્રાન્ડના વફાદારોને પ્રોત્સાહન આપતાં મોજીલું વ્યક્તિત્વ પ્રદર્શિત કરે છે.
સ્મૂધ કોફી ફ્રેપ્પીની અજોડ કિંમત અને પેક આકાર એ કોફી ફ્લેવર્ડ ડેરી બેવરેજીસ માટે બ્રાન્ડેડ રેડી ટુ ડ્રિંક (આરટીડી) શ્રેણીમાં પ્રથમમ છે, જે મનપસંદ બની જવાની ખાતરી છે. 85 મિલિ પેકની રૂ. 10ની અતુલનીય કિંમતને લીધે તેની પહોંચ વધવા સાથે ઉપભોક્તાઓની વિશાળ સંખ્યા સુધી ફ્લેવર સુલભ બનાવશે. આ સેગમેન્ટમાં અન્ય બ્રાન્ડ્સની પ્રીમિયમ કિંમતને ધ્યાનમાં લેતાં પાર્લે એગ્રોની સ્મૂધ કોફી ફ્રેપ્પી નિશ્ચિત જ પરિવર્તનકારી છે.
નવી ફ્લેવરના લોન્ચ પર બોલતાં પાર્લે એગ્રોના જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર અને સીએમઓ નાદિયા ચૌહાણે જણાવ્યું હતું કે સ્મૂધ સાથે અમે વિક્રમી વેચાણ સાથે ભારતમાં ફ્લેવર્ડ મિલ્ક શ્રેણીમાં નવો ચીલો ચાતર્યો છે. ફક્ત છ મહિનામાં અને ફક્ત બે પ્રકારમાં સ્મૂધ આજે દેશમાં ફ્લેવર્ડ મિલ્ક શ્રેણીની વૃદ્ધિની પહેલ કરી રહી છે. અમે વિસ્તરણ કરવાનું ચાલુ રાખવાની યોજના સાથે નવો પ્રકાર સ્મૂધ કોફી ફ્રેપ્પી લોન્ચ કર્યું છે. અગ્રણી બ્રાન્ડ તરીકે અમારો ધ્યેય કોફી ફ્લેવર્ડ ડેરી સેગમેન્ટમાં વૃદ્ધિ કરવાનો અને તેને વિશાળ સમૂહ સુધી પહોંચક્ષમ બનાવવાનો છે. અમારી ગુણવત્તાયુક્ત ઓફર માટે રૂ. 10ની ક્લાસિક કિંમત સાથે સ્મૂધ કોફી ફ્રેપ્પી આ લક્ષ્ય હાંસલ કરવામાં અમને મદદરૂપ થશે.