નવી દિલ્હીઃ ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં એન્ટ્રી કરી ચૂકેલી TVS Motor Company હવે ઇલેક્ટ્રિક સાઇકલ (Electric Cycle) વેચવાનું પણ શરૂ કરશે. કંપનીએ સ્વિઝરલેન્ડની એક ઇ-મોબિલિટી કંપનીની 75 ટકા ભાગીદારી ખરીદી લીધી છે.


ટીવીએસના સ્વિસ ઇ-મોબિલિટી ગ્રુપની 75 ટકા ભાગીદારી ખરીદી છે. જેનાથી ટીવીએસ પાસે Cilo, Simpel, Allegro અને  Zenith જેવી ઇલેક્ટ્રિક સાઇકલ બ્રાન્ડ આવી જશે.  SEMGના યુરોપમાં 31 સ્ટોર છે. સાથે જ ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર પણ તે ઉપલબ્ધ છે.


હાલમાં આ ભાગીદારી બાદ ટીવીએસને યુરોપના માર્કેટમાં બિઝનેસ વધારવામાં મદદ મળશે. કંપનીએ આ અગાઉ ત્યાં Norton Motorcycle અને EGO Movement જેવી કંપનીઓ ખરીદી ચૂકી છે. યુરોપિયન માર્કેટમાં ઇલેક્ટ્રિક સાઇકલનું ખૂબ મોટુ બજાર છે. જ્યારે ભારતીય બજારમાં હજુ તેને લઇને લોકોનો રસ ઓછો છે.


આ અંગે કંપનીના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર સુદર્શન વેણુએ કહ્યું કે ટીવીએસ મોટર ઇલેક્ટ્રિક મોબિલિટી ઉત્પાદનોને લઇને પ્રતિબદ્ધ છે. કંપની ઝડપથી વધી રહેલા ઇ-બાઇકમાં મજબૂત હાજરી કરવા માંગે છે. Cilo, Simpel અને Zenith જેવા બ્રાન્ડ્સને કંપની  ક્ષેત્રની સાથે સાથે અન્ય સ્થળે લઇ જવા માંગે છે. ઇન્ડિયન કંપની ટીવીએસ દેશમાં iQube નામથી ઇલેક્ટ્રિક સ્કૂટર વેચે છે.


હવે તમારા મોબાઇલ પર હિન્દી અથવા અંગ્રેજીમાં બજેટ વાંચો


દેશનું બજેટ 1 ફેબ્રુઆરી 2022 ના રોજ સંસદમાં રજૂ કરવામાં આવશે અને નાણા પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરશે. આ બજેટ લોકો સુધી સરળતાથી સુલભ થાય તે માટે સરકારે પહેલ કરી છે.


સામાન્ય જનતાને બજેટની માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે સરકારે એક મોબાઈલ એપ લોન્ચ કરી છે. આ એપ પર સંપૂર્ણ બજેટ હિન્દી અને અંગ્રેજીમાં જોવાની સુવિધા હશે. આ અંગેની માહિતી ગઈકાલે ટ્વિટ દ્વારા પણ શેર કરવામાં આવી છે.


નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યા પછી તરત જ લોકો આ એપ પર તેમની પસંદગીની ભાષા (હિન્દી અથવા અંગ્રેજી)માં બજેટ જોઈ શકશે. આ એપ્લિકેશનનું નામ યુનિયન બજેટ મોબાઈલ એપ છે. આ મોબાઈલ એપ્લિકેશન એપ પર યુઝર્સ તેમની સુવિધા અનુસાર હિન્દી અથવા અંગ્રેજીમાં બજેટ જોઈ શકશે.


ભારતીય રેલ્વેની આ કંપનીમાં નોકરીની તક, અરજીની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે થશે સિલેક્શન


પરફેક્ટ ફિગર, લૂક્સ પણ શાનદાર છે.......Disha Pataniએ બિકીની લૂકમાં ફેન્સને કર્યા દિવાના, જુઓ એક ઝલક


અજમાવો આ ટ્રિક્સ, તમારી Instagram પૉસ્ટ ઘડીકમાં થઇ જશે ટ્રેન્ડ.........


Debit Card Number: શું તમે ATM કાર્ડમાં છપાયેલા 16 અંકો વિશે જાણો છો? જાણો આ સંખ્યાઓનો શું અર્થ થાય છે