EPFO Higher Pension Scheme : જો તમે ખાનગી કર્મચારી છો તો તમારા માટે સારા સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO દ્વારા વધુ પેન્શનની ઓફર કરવામાં આવી છે. વાસ્તવમાં જો તમને વધુ પેન્શન જોઈએ છે તો તમારે 3 મે 2023 સુધી અરજી કરવી પડશે. EPFO દ્વારા 20 ફેબ્રુઆરીના રોજ એક પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો જેમાં EPFOના તે સબસ્ક્રાઈબર્સ કે જેઓ 31 ઓગસ્ટ, 2014ના રોજ અને તે પહેલા EPFOના સભ્ય હતા. તેમને ઉચ્ચ પેન્શન યોજના માટે અરજી કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. પરંતુ તેમની તરફથી ઉચ્ચ પેન્શન યોજના પસંદ કરવામાં આવી ન હતી. આવા કર્મચારીને 3 મે, 2023 પહેલા ઉચ્ચ પેન્શન યોજના પસંદ કરવાની છેલ્લી તક આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પહેલા આ તારીખ 3 માર્ચ 2023 હતી જે વધારીને 3 મે 2023 કરવામાં આવી હતી.
કેવી રીતે ઓનલાઇન અરજી કરવી
સૌથી પહેલા તમારે ઈ-સેવા પોર્ટલ https://unifiedportal-mem.
ત્યાર બાદ તમને જમણી બાજુએ પેન્શન ઓન હાયર સેલેરી વિકલ્પ દેખાશે. જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
આ પછી એક નવું પેજ ખુલશે જ્યાં Click Here વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
ત્યારપછી બીજું નવું પેજ ખુલશે, જેમાં તમારે UAN, નામ, જન્મ તારીખ, આધાર કાર્ડ, આધાર લિંક્ડ મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા કોડ નાખવો પડશે.
આ પછી ચેક માર્ક કરવાનું રહેશે. ત્યાર બાદ OTTની ચકાસણી કરવાની રહેશે.
નોંધ – EPFOએ સ્પષ્ટતા કરી છે કે, ઉચ્ચ પેન્શનનો લાભ એવા કર્મચારીઓને આપવામાં આવશે. જેમણે EPS-95ના સભ્ય હોવા પર ઉચ્ચ પેન્શનનો વિકલ્પ પસંદ કર્યો હતો. પરંતુ EPFOએ તેમની અરજી સ્વીકારી ન હતી.
Old Pension Scheme: કર્મચારીઓને હોળી પર સરકારની ભેટ, પેન્શન પર મોદી સરકારનો મહત્વો નિર્ણય
કેન્દ્ર સરકારે કર્મચારીઓના એક વર્ગને હોળીની જબરદસ્ત ભેટ આપી છે. જૂની પેન્શન સ્કીમમાં કરવામાં આવેલા નવા ફેરફારોથી લાખો લોકોને ફાયદો થશે.
રંગોનો તહેવાર હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. જો કે કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ માટે હોળીની ઉજવણી શરૂ થઈ ગઈ છે. હકીકતમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે જૂની પેન્શન યોજનાને લઈને એક નવું અપડેટ જારી કર્યું છે. આ પછી હવે કેન્દ્રીય કર્મચારીઓના એક વર્ગને નવી પેન્શન યોજના (નેશનલ પેન્શન સિસ્ટમ)ની જગ્યાએ જૂની પેન્શન યોજના પસંદ કરવાનો વિકલ્પ મળ્યો છે.
તારીખ દ્વારા પસંદ કરવાનો વિકલ્પ
કર્મચારી મંત્રાલયે જૂની પેન્શન યોજનાને લઈને નવો આદેશ જારી કર્યો છે. તદનુસાર, હવે કેટલાક કેન્દ્રીય કર્મચારીઓ જૂની પેન્શન યોજનાનો વિકલ્પ પસંદ કરી શકે છે. આ આદેશ હેઠળ, જૂની પેન્શન યોજનાનો લાભ લેવા માટે પાત્ર એવા તમામ કેન્દ્રીય કર્મચારીઓને નવો વિકલ્પ પસંદ કરવા માટે 31 ઓગસ્ટ, 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે.
Pension Scheme : ખાનગી ક્ષેત્રના નોકરીયાતોને પણ મળશે વધુ પેંશન?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Mar 2023 06:30 PM (IST)
EPFO દ્વારા 20 ફેબ્રુઆરીના રોજ એક પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો .
ફાઈલ તસવીર
NEXT
PREV
Published at:
22 Mar 2023 06:30 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -