Stock Market Closing, 22nd March 2023:  ભારતીય શેરબજાર સતત બીજા દિવસે વધારા સાથે બંધ થયું. ફેડની મીટિંગ પહેલા શેરબજાર સામાન્ય વધારા સાથે બંધ થયું છે. રોકાણકારોની સંપત્તિ 257.99 લાખ કરોડ થઈ છે.


આજે કેટલો થયો વધારો


સેન્સેક્સ આજે 139.91 પોઇન્ટના વધારા સાથે 58,214.59 પોઇન્ટ અને નિફ્ટી 49.47 અંકના વધારા સાથે 18037.52 પોઇન્ટ પર બંધ થયા. ભારતીય શેરબજારનો સેન્સેક્સ મંગળવારે  445.73 પોઇન્ટના વધારા સાથે 58,074.68 પોઇન્ટ પર અને નિફ્ટી 119.1 પોઇન્ટ સાથે 17,107.50 પોઇન્ટ પર બંધ રહ્યા. સોમવારે સેન્સેક્સ 360.95 પોઇન્ટના ઘટાડા સાથે 57,628.95 પોઇન્ટ અને નિફ્ટી 117.24 પોઇન્ટના ઘટાડા સાથે 17861.08 પોઇન્ટ પર બંધ રહ્યા હતા.


સેક્ટર અપડેટ


આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, એનર્જી, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઉછાળા સાથે બંધ થયા છે, જ્યારે મીડિયા, મેટલ્સ સેક્ટરના શેરોમાં ઘટાડો નોંધાયો છે. આજના કારોબારમાં ફરી મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદારી જોવા મળી. સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેરો ઉછાળા સાથે જ્યારે 10 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50માંથી 34 શેરો ઉછાળા સાથે જ્યારે 16 નુકસાન સાથે બંધ થયા હતા.




વધેલા શેર


આજના કારોબારમાં બજાજ ફિનસર્વનો શેર 2.18 ટકા, બજાજ ફાઇનાન્સ 2.16 ટકા, સન ફાર્મા 1.65 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1 ટકા, ટાટા મોટર્સ 0.89 ટકા, ટીસીએસ 0.80 ટકા, ICICI બેન્ક 0.73 ટકા, અલ્ટ્રાઇકમેન્ટ 0.73 ટકા વધીને બંધ રહ્યા હતા.


ઘટેલા શેર


જો તમે ઘટતા શેરો પર નજર કરીએ તો, એનટીપીસી 1.50 ટકા, એક્સિસ બેન્ક 0.66 ટકા, નેસ્લે 0.55 ટકા, એચડીએફસી બેન્ક 0.26 ટકા, એચસીએલ ટેક 0.26 ટકા, ભારતી એરટેલ 0.21 ટકા ઘટીને બંધ થયા છે.


રોકાણકારોની સંપત્તિમાં વધારો


બજારમાં સતત બીજા દિવસે ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ વધીને રૂ. 257.99 લાખ કરોડ થયું છે, જે મંગળવારે રૂ. 256.89 લાખ કરોડ હતું. એટલે કે આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં 1.10 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.


આજે  કેવી થઈ હતી શરૂઆત


સ્થાનિક બજારની શરૂઆતની સાથે જ બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 170.58 પોઈન્ટ્સ અથવા 0.29 ટકાના વધારા સાથે 58,245.26 પર ખુલ્યો હતો. આ સાથે NSEનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 69.95 અંક એટલે કે 0.41 ટકાના વધારા સાથે 17,177.45 પર ખુલ્યા હતા.