સરકારી ઓઈલ કંપનીઓએ આજે ફરી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. જણાવીએ કે, દિલ્હીમાં મંગળારે પેટ્રોલની કિંમત ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગઈ છે. કિંમતમાં 35 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે ત્યાર બાદ રાજધાનીમાં પેટ્રોલની કિંમત 87.30 રૂપિયા થઈ ગઈ છે જ્યારે ડીઝલની કિંમતમાં પણ 35 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. તેની સાથે જ મુંબઈમાં પણ પેટ્રોલની કિંમત અત્યાર સુધીની ઉચ્ચ સપાટી પર પહોંચી ગઈ છે.


દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આઈઓસીએલે આપેલી જાણકારી અનુસાર આજે દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં એક લિટર પેટ્રોલ અને ડીઝળની કિંમત ક્રમશઃ આ છે.

શહેર              પેટ્રોલ (પ્રતિ રૂપિયા લિટર)          ડીઝલ (પ્રતિ રૂપિયા લિટર)         

દિલ્હી                        87.30                                                 77.48

કોલકાતા                   88.63                                                 81.06

મુંબઈ                        93.83                                                  84.36

ચેન્નઈ                         89.70                                                  82.66

દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે

પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.

પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.