નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવ  ભડકે બળી રહ્યા છે. થોડા દિવસની રાહત બાદ ફરી આજે ભાવમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 24 પૈસા અને ડીઝલની કિંમતમાં 15 પૈસાનો વધારો થયો છે. કિંમતમાં સતત વધારાના કારણે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 91 રૂપિયાને પાર થઈ ગયો છે.  જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 97.57 રૂપિયા પર પહોંચી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલમાં તેજી યથાવત છે. બ્રેંટ ક્રૂડ 66 ડોલર પ્રતિ બેરલની ઉપર છે અને ડબલ્યુટીઆઈનો ભાવ 63 ડોલર ઉપર છે. ઉત્પાદનમાં કાપ અને માંગમાં વધારાના કારણે ભાવમાં વધારો થઈ રહ્યો હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં આવેલ આ માટો ઉછાળા માટે સૌથી મોટું કારણ ટેક્સ છે. હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર એક લિટર પેટ્રોલ પર 168 ટકા ટેક્સ વસુલે છે. હાલમાં એક લિટર પેટ્રોલની જેટલી બેસ પ્રાઈઝ છે તેના કરતાં વધારે તો કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડ્યૂટી વસુલે છે. જ્યારે વર્ષ 2014ની તુલનવામાં સરકારે પેટ્રોલ ડીઝલ પર લાગતા ટેક્સમાં 217 ટકાનો વધારો કર્યો છે.
શહેર પેટ્રોલ ડીઝલ
દિલ્હી 91.19 81.47
મુંબઈ 97.57 88.60
કોલકાતા 91.35 84.35
ચેન્નઈ 93.17 86.45
બેંગ્લુરુ 94.22 86.37
પટના 93.48 86.73
લખનઉ 81.85 81.85
ભોપાલ 89.76 89.76
રાંચી 88.54 86.12
અમદાવાદ 88.29 87.72
  દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે. પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.