દેશની જનતાને ફરી એક વખત મોટી રાહત મળી શકે છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનો સરકાર પ્લાન બનાવી રહી છે. વિશ્વમાં કાચા તેલના ભાવ આકાશે આંબી રહ્યા છે. તેનાથી છૂટકારો મેળવવા માટે ઘણા દેશો કામ કરી રહ્યા છે. ભારતમાં કાચ તેલની કિંમતોમાં ઘટાડો લાવવા માટે મોટી અર્થવ્યવસ્થા માફક પોતાની રણનીતિક તેલ ભંડારમાંથી ક્રૂડ ઓયલ કાઢવાની સંભાવનાઓ પર વિચાર કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારાની વચ્ચે મોદી સરકારે દિવાળીના તહેવાર પર દેશની જનતાને મોટી રાહત આપી હતી. એ સમયે સરકારે પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાની એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો.

Continues below advertisement

ભારત ક્રૂડ ઓયલની કિંમતોમાં ઘટાડો લાવવા માટે અન્ય મુખ્ય અર્થવ્યવસ્થાઓની સાથે તાલમેલ બેસાડીને પોતાના તેલ ભંડારમાંથી 50 લાખ બેરલ તેલ કાઢવાની યોજના બનાવી રહ્યું છે.  સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, રણનીતિક ભંડારથી કાઢવામાં આવતા આ કાચા તેલની મેંગલોર રિફાનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ અને હિન્દુસ્તાન  રણનીતિ તેલ ભંડારથી પાઈપલાઈન દ્વારા જોડાયેલી છે. આ અધિકારીએ કહ્યું કે, તેના વિશે સત્તાવારા જાહેરાત ટૂંક સમયમાં જ થશે. તેમણે કહ્યું કે, 7-10 દિવસમાં તેલ કાઢવાની આ પ્રક્રિયા શરૂ થઈ જશે. તેમણે વધુમાં જણાવ્યું કે, જરૂર પડવા પર ભારત પોતાના તેલ ભંડારમાંથી ક્રૂડ ઓયલ કાઢવાની પ્રક્રિયા પર નિર્ણય લઈ લેશે.

કોરોનાનો પ્રકોપ ઘટ્યો, છેલ્લા 24 કલાકમાં 2.51 લાખ નવા કેસ

Continues below advertisement

દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાના કેસ ગઈકાલની સરખામણીએ આજે ​​ઘટ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 2 લાખ 51 હજાર 209 નવા કેસ નોંધાયા છે અને 627 લોકોના મોત થયા છે. દેશમાં દૈનિક હકારાત્મકતા દર હવે ઘટીને 15.88 ટકા પર આવી ગયો છે. મોટી વાત એ છે કે ગઈકાલથી દેશમાં 12 ટકા કેસ ઓછા થયા છે. જાણો દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.

એક્ટિવ કેસ ઘટીને 21 લાખ 5 હજાર 611 થયા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 21 લાખ 5 હજાર 611 થઈ ગઈ છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 92 હજાર 327 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે ત્રણ લાખ 47 હજાર 443 લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં 3 કરોડ 80 લાખ 24 હજાર 771 લોકો ચેપ મુક્ત થઈ ગયા છે.

હાલમાં, દૈનિક ચેપ દર 15.88 ટકા છે જ્યારે સાપ્તાહિક ચેપ દર 17.47 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં 72.37 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 15,82,307 ટેસ્ટનો સમાવેશ થાય છે.