એક દિવસના વિરામ બાદ આજે ફરી પેટ્રોલ ડિઝલની કિંમતમાં ભાવ વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 27 પૈસા જ્યારે ડિઝલમાં પ્રતિ લિટરે 28 પૈસાનો ભાવ વધારો થયો છે. રાજ્યના આઠ મહાનગરોમાં આજે પણ પેટ્રોલ કરતા ડિઝલની કિંમત વધુ છે.


પેટ્રોલ ડીઝલના ભાવમાં આજના ભાવ વધારા બાદ કુલ જૂન મહિનામાં આ 12મી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ મહિને અત્યાર સુધીમાં પેટ્રોલ 3 રૂપિયા 27 પૈસા અને ડીઝલ 2 રૂપિયા 98 પૈસા મોંઘા થયા છે.


આ પહેલા મે મહિનામાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં 16 વખત વધારો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પેટ્રોલ 4.11 રૂપિયા અને ડીઝલ 4.69 રૂપિયા મોંઘા થયા હતા. આ વર્ષની વાત કરીએ તો 1 જાન્યુઆરીએ પેટ્રોલ 83.97 રૂપિયા અને ડીઝલ 74.12 રૂપિયા પર હતા જે હવે વધીને પેટ્રોલ 97.50 અને ડીઝલ 88.23 રૂપિયા પ્રતિ લિટર પર છે. એટલે કે 5 મહિનાથી પણ ઓછા સમયમાં પેટ્રોલ 13.53 રૂપિયા અને ડીઝલ 14.11 રૂપિયા મોંઘું થયું છે.


ચોમાસાની સિઝનમાં વાવણીનો સમય નજીક છે. ત્યારે ડિઝલની કિંમતમાં સતત થતા ભાવ વધારાથી ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ નિયંત્રણો હળવા થતા જે રીતે ટ્રાંસપોર્ટેશન શરૂ થયુ છે. ત્યારે કોરોનાની મહામારી બાદ ડિઝલની કિંમતમાં વધારો થતા ટ્રાંસપોર્ટરોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.



  • રાજ્યના આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 94.45 રૂપિયા. જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 95.07 રૂપિયા પર પહોંચી છે.

  • ગાંધીનગરમાં પેટ્રોલની પ્રતિ લિટરે કિંમત 94.65 રૂપિયા અને ડિઝલ પ્રતિ લિટર 95.26 રૂપિયા પર પહોંચ્યું છે.

  • રાજકોટમાં પેટ્રોલ પ્રતિ લિટરે 94.23 રૂપિયા જ્યારે ડિઝલ 94.86 રૂપિયાની કિંમતે વેંચાઈ રહ્યું છે.

  • વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 94.12 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 94.74 રૂપિયા પર પહોંચ્યું છે.

  • જામનગરમાં પેટ્રોલ પ્રતિ લિટરે 94.37 રૂપિયા અને ડિઝલ પ્રતિ લિટરે 94.99 રૂપિયામાં વેંચાય રહ્યું છે.

  • જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 95.05 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 95.68 રૂપિયા પર પહોંચી છે.

  • સુરતમાં પેટ્રોલની કિંમત 94.46 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 95.10 રૂપિયા પર પહોંચી છે.

  • તો ભાવનગરમાં પેટ્રોલની પ્રતિ લિટર 96.02 રૂપિયા અને ડિઝલ પ્રતિ લિટર 96.63 રૂપિયાએ વેંચાઈ રહ્યું છે


વિતેલા 7 વર્ષમાં કેટલી વધી કિંમત ?


દર વર્ષે પેટ્રોલ ડિઝલ મોંઘા થતા જઈ રહ્યા છે. પરંતુ વિતેલા સાત વર્ષમાં કિંમતમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ ડિઝલમાં 30 35 રૂપિયા પ્રતિ લિટર વધારો જોવા મળ્યો છે.



  • 2014 15 પેટ્રોલ 09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 50.32 રૂપિયા પ્રતિ લિટર

  • 2015 16 પેટ્રોલ 41 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 46.87 રૂપિયા પ્રતિ લિટર

  • 2016 17 પેટ્રોલ 70 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 53.28 રૂપિયા પ્રતિ લિટર

  • 2017 18 પેટ્રોલ 19 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 59.08 રૂપિયા પ્રતિ લિટર

  • 2018 19 પેટ્રોલ 09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 69.18 રૂપિયા પ્રતિ લિટર

  • 2019 20 પેટ્રોલ 05 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 60.02 રૂપિયા પ્રતિ લિટર

  • 2020 21 પેટ્રોલ 32 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 66.12 રૂપિયા પ્રતિ લિટર