નવી દિલ્હીઃ આમ જનતાને મોંઘવારીતી રાહત મળવાની કોઈ આશા દેખાઈ રહી નથી. આજે ફરી સતત 17માં દિવસે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. પેટ્રોલની કિંમતમાં 20 પૈસા પ્રતિ લિટર તો ડીઝલની કિંમતમાં 55 પૈસા પ્રતિ લિટર વધારો કરવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ મંગળવારે વધીને 79.76 રૂપિયા પ્રતિ લિટર થયા છે. ડીઝલની કિંમતમાં પણ વધારો થયો છે. ડીઝલની કિંમતમાં આજે 79.40 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગઈ છે.


નોંધનીય છે કે, છેલ્લા 16 દિવસમાં ક્રૂડ ઓઈલની કિંમત 35-40 ડોલર પ્રતિ બેરલ આસપાસ રહી છે. તેમ છતાં દેશમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત 17માં દિવસે વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં આજના ભાવ વધારા બાદ પેટ્રોલની કિંમત 77.26 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત ભાવ 76.76 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી છે.

17 દિવસમાં 8.5 રૂપિયા મોંઘું થયું પેટ્રોલ

જાણકારોનું કહેવું છે કે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ છેલ્લા 17 દિવસોમાં પેટ્રોલની કિંમતમાં લગભગ 8.5 રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે ડીઝલની કિંમતમાં છેલ્લા 17 દિવસમાં 9.77 રૂપિયા પ્રતિ લિટર વધારો કરવામાં આવ્યો છે.

દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે

પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.

પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.