નવી દિલ્હી: આજે સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. મુંબઈમાં પેટ્રોલ 92.28 રૂપિયા પ્રતિ લિટર થયું છે તો ડીઝલની કિંમતોએ રેકોર્ડ લેવલ બનાવ્યું છે. સતત વધી રહેલા પેટ્રોલ ડિઝલના ભાવના કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાયું છે.
મુંબઈમાં પેટ્રોલ 92.28 રૂપિયા પ્રતિ લિટર તો દિલ્હીમાં શનિવારે પેટ્રોલ 85.70 રૂપિયા અને ડીઝલ 75. 88 રૂપિયા થયું છે. દેશમાં ડીઝલની કિંમતોએ અનેક રાજ્યોમાં રેકોર્ડ લેવલ બનાવ્યું છે. દેશમાં ડીઝલની કિંમતોએ અનેક રાજ્યોમાં રેકોર્ડ લેવલ બનાવ્યું છે. અઢી મહિનામાં 5 રૂપિયા સુધી ડીઝલના ભાવમાં વધારો થયો છે.
અમદાવાદમાં ૧૦ જાન્યુઆરી પછી સતત પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો થયો છે. આજે અમદાવાદ શહેરમાં પેટ્રોલ 83.10 રૂપિયા અને ડિઝલ 81.75 રૂપિયા છે. 10 તારીખ પછી અમદાવાદ શહેરમાં પેટ્રોલના ભાવમાં 1.25 રૂપિયાનો વધારો થયો છે. ડિઝલમાં 10 તારીખથી અત્યાર સુધીમાં 1.65 રૂપિયાનો વધારો નોંધાયો છે.
ડીઝલની વધતી કિંમતોએ સામાન્ય માણસની મુશ્કેલી વધારી છે. મોંઘા ડીઝલ અને ખેડૂત આંદોલનના કારણે સામાનનો સપ્લાય ઘટી રહ્યો છે. ફળ અને શાકના ભાવ પણ ઉંચા જઈ રહ્યા છે. દિલ્હીમાં ડીઝલની કિંમતો ઓલ ટાઈમ હાઈથી 7 પૈસા ઘટી છે. મુંબઈમાં આ રેકોર્ડ લેવલને પાર કરી ચૂકી છે.
રાજસ્થાનના ગંગાનગરમાં 97.50 રૂપિયા પ્રતિ લિટર પહોંચ્યું પેટ્રોલ
જાણકારી અનુસાર, રાજસ્થાનના ગંગાનગર વિસ્તારમાં પેટ્રોલની કિંમત 97.50 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત 88.91 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગઈ છે. જ્યારે જયપુરમાં કિંમત 93.20 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. એટલે કે દેશના એક ભાગમાં પેટ્રોલની કિંમત હવે 92 રૂપિયા ઉપર પહોંચી ગઈ છે. જો પેટ્રોલ કિંમત આમ જ વધતી રહી તો ટૂંકમાં જ ભાવ 100 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી જશે.
મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
શહેરનું નામ |
પેટ્રોલ (રૂપિયા/લીટર) |
ડીઝલ (રૂપિયા/લીટર) |
દિલ્હી |
85.70 |
75.88 |
મુંબઈ |
92.28 |
82.66 |
ચેન્નઈ |
88.29 |
81.14 |
ભોપાલ |
93.56 |
83.82 |
નોયડા |
85.21 |
76.33 |
જયપુર |
93.20 |
85.27 |
પટના |
88.18 |
81.02 |
ચંદીગઢ |
82.50 |
75.61 |
જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં પેટ્રોલ 1.99 અને ડીઝલ 2.01 રૂપિયા પ્રતિ લિટર મોઘું થયુ
જાન્યુઆરીમાં અત્યાર સુધી 8 વખત પેટ્રોલ ડીઝલની કિંમતાં વધારો થયો છે. આ દરમિયાન રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 1.99 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે. જ્યારે ડીઝલની વાત કરીએ તો તેની કિંમતમાં આ મહિને અત્યાર સુધી 2.01 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે. 7 ડિેસમ્બરે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 83.71 રૂપિયા અને ડીઝલનો ભાવ 73.87 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું હતું. ત્યાર બાદ 29 દિવસ સુધી કોઈ ફેરફાર થયો ન હતો. પરંતુ 6 જાન્યુઆરીના રોજ ભાવ વધારો કરવામાં આવ્યો હતો.