પેટ્રોલ ડિઝલની કિંમતમાં આજે ફરી ભાવ વધારો થતા નાગરિકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. રાજ્યમાં આજે પેટ્રોલ પ્રતિ લિટરે 24 પૈસા અને ડિઝલ પ્રતિ લિટરે 14 પૈસાનો વભાવ વધારો થયો છે. ચાર મે બાદ પેટ્રોલ-ડિઝલની કિંમતમાં 25મી વખત ભાવ વધારો થયો છે.
- રાજ્યના આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 93.64 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 94.17 રૂપિયા પર પહોંચી છે.
- ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 93.84 રૂપિયા અને ડિઝલની કિંમત 94.37 રૂપિયા પર પહોંચી છે.
- રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 93.41 રૂપિયા અને ડિઝલની કિંમત 93.97 રૂપિયા પર પહોંચી છે.
- વડોદરામાં પેટ્રોલની પ્રતિ લિટરની કિંમત 93.31 રૂપિયા અને ડિઝલની કિંમત 93.84 રૂપિયા પર પહોંચી છે.
- જામનગરમાં પેટ્રોલની પ્રતિ લિટરે 93.56 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 94.10 રૂપિયા પર પહોંચી છે.
- જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 94.24 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 94.79 રૂપિયા પર પહોંચી છે.
- સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 93.65 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 94.21 રૂપિયા પર પહોંચી છે.
- ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 95.21 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 95.73 રૂપિયા પર પહોંચી છે.
વિતેલા 7 વર્ષમાં કેટલી વધી કિંમત ?
દર વર્ષે પેટ્રોલ ડિઝલ મોંઘા થતા જઈ રહ્યા છે. પરંતુ વિતેલા સાત વર્ષમાં કિંમતમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ ડિઝલમાં 30-35 રૂપિયા પ્રતિ લિટર વધારો જોવા મળ્યો છે.
- 2014-15- પેટ્રોલ 66.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 50.32 રૂપિયા પ્રતિ લિટર
- 2015-16- પેટ્રોલ 61.41 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 46.87 રૂપિયા પ્રતિ લિટર
- 2016-17- પેટ્રોલ 64.70 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 53.28 રૂપિયા પ્રતિ લિટર
- 2017-18- પેટ્રોલ 69.19 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 59.08 રૂપિયા પ્રતિ લિટર
- 2018-19- પેટ્રોલ 78.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 69.18 રૂપિયા પ્રતિ લિટર
- 2019-20- પેટ્રોલ 71.05 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 60.02 રૂપિયા પ્રતિ લિટર
- 2020-21- પેટ્રોલ 76.32 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 66.12 રૂપિયા પ્રતિ લિટર
દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે
પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.
પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.