પેટ્રોલ ડિઝલના ભાવમાં સતત વધારાથી જનતાના પર મોંધવારીનો માર પડી રહ્યો છે. ત્યારે ચોથી મેથી અત્યાર સુધીમાં પેટ્રોલમાં 11 રૂપિયાને 14 પૈસા જ્યારે ડિઝલમાં નવ રૂપિયાને 14 પૈસાનો વધારો થયો છે. સમયાંતરે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થતા દેશના 17 રાજ્યોમાં તો પેટ્રોલનો ભાવ પ્રતિ લિટરે 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે.


ચોથી મેથી અત્યાર સુધીમાં 40 વખત પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે  ચોથી મેથી અત્યાર સુધીમાં 37 વખત ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 15 રાજ્યો અને ચાર કેંદ્ર શાસિત પ્રદેશોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. જ્યારે રાજસ્થાન, ઓરિસા અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ડિઝલનો ભાવ પણ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે.


ચોથી મેથી અત્યાર સુધીમાં 40 વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેમાં કુલ 11.14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ડિઝલના ભાવમાં અત્યાર સુધીમાં 37 વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેમાં કુલ નવ રૂપિયાને 14 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. મે 2020થી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં કુલ 31.95  રૂપિયા અને ડિઝલના ભાવમાં કુલ 27.58 રૂપિયાનો વધારો થયો છે.


વિતેલા 7 વર્ષમાં કેટલી વધી કિંમત ?


દર વર્ષે પેટ્રોલ ડિઝલ મોંઘા થતા જઈ રહ્યા છે. પરંતુ વિતેલા સાત વર્ષમાં કિંમતમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ ડિઝલમાં 30-35 રૂપિયા પ્રતિ લિટર વધારો જોવા મળ્યો છે.


2014-15- પેટ્રોલ 66.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 50.32 રૂપિયા પ્રતિ લિટર


2015-16- પેટ્રોલ 61.41 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 46.87 રૂપિયા પ્રતિ લિટર


2016-17- પેટ્રોલ 64.70 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 53.28 રૂપિયા પ્રતિ લિટર


2017-18- પેટ્રોલ 69.19 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 59.08 રૂપિયા પ્રતિ લિટર


2018-19- પેટ્રોલ 78.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 69.18 રૂપિયા પ્રતિ લિટર


2019-20- પેટ્રોલ 71.05 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 60.02 રૂપિયા પ્રતિ લિટર


2020-21- પેટ્રોલ 76.32 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 66.12 રૂપિયા પ્રતિ લિટર