દેશની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) બેંકની કેટલીક સેવાઓ આજે અને આવતીકાલે બંધ રહેશે. SBIએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉંટ મારફતે પોતાના ગ્રાહકોને માહિતી આપી છે. SBIએ ટ્વિટરના માધ્યમથી જણાવ્યું કે સિસ્ટમના મેંટનેસને લીધે આજે અને આવતીકાલે બેંકની કેટલીક સેવાઓ બંધ રહેશે. આ સેવાઓમાં ઈંટરનેટ બેકિંગ, યોનો, યોનો લાઈટ અને યુપીઆઈ સર્વિસ સામેલ છે. આ સેવાઓ આજે અને આવતીકાલે રાતે બંધ રહેશે.
રાતે દસ વાગ્યેને 45 મિનિટથી લઈને મોડી રાત એક વાગ્યાને 15 મિનિટ સુધી આ સેવાઓ બંધ રહેશે. દેશભરમાં SBIની 22 હજારથી વધુ શાખાઓ છે. 31 ડિસેમ્બર 2020ના આંકડા અનુસાર SBIના ઈંટરનેટ બેકિંગ ગ્રાહકોની સંખ્યા સાડા આઠ કરો છે. તો મોબાઈલ બેંક ગ્રાહકોની સંખ્યા એક કરોડ નવ લાખ છે. યુપીઆઈ ગ્રાહકોની સંખ્યા 13.5 કરોડથી વધુ છે. બેંકની આ સેવાઓ બંધ રહેતા ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
નોંધનીય છે કે, આ પહેલા પણ જ્યારે એસબીઆઇ ડિજિટલ બેંકિંગ સેવાઓ થોડા સમય માટે બંધ કરી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી એસબીઆઇ દ્વારા મેન્ટેનન્સના નામે કેટલાક સમયથી સેવાઓ અટકી રહી છે. તે જ સમયે, આ એક અઠવાડિયામાં બીજી વખત થશે, જ્યારે સેવાઓ પ્રભાવિત થશે. આ પહેલા 10 જુલાઈ અને 11 જુલાઈએ તે થોડા સમય માટે સેવાઓ ખોરવાઈ હતી.
હવે નાનાં શહેરો પણ હવાઈ પ્રવાસ કરી શકશે, એક ગુજ્જુભાઈનો 'સ્મૉલ પ્લેન પ્લાન'
કોરોના કાળમાં દેશની આ દિગ્ગજ આઈટી કંપની 35 હજાર કોલેજ ગ્રેજ્યુએટની કરશે ભરતી