PAN Card Fact Check: PAN કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાને લઈને સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના સમાચાર વાયરલ થાય છે. આ સિવાય પાન કાર્ડને અન્ય દસ્તાવેજો સાથે લિંક કરવાના દાવા સાથે પણ ઘણી પોસ્ટ શેર કરવામાં આવે છે. આવો જ એક દાવો સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પાન કાર્ડ ધરાવતી મહિલાઓને હવે સરકાર દ્વારા 1 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. આ પ્રકારનો દાવો એક યુટ્યુબ ચેનલ દ્વારા કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ દાવો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દાવામાં કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પાન કાર્ડ ધરાવતી તમામ મહિલાઓને એક લાખની રોકડ રકમ આપી રહી છે. આ દાવા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર પણ લગાવવામાં આવી છે. વીડિયોના થંબમાં લખવામાં આવ્યું છે - "જો પત્ની પાસે PAN કાર્ડ છે, તો તેને તેના ખાતામાં 1 લાખ રૂપિયાની રોકડ રકમ મળશે"... વધુમાં લખ્યું છે કે કેન્દ્ર સરકાર PAN કાર્ડ ધરાવતી તમામ મહિલાઓના ખાતામાં 1 લાખ રૂપિયા રોકડ આપી રહી છે... આ દાવો 'Yojna 4u' નામની યુટ્યુબ ચેનલના વીડિયોમાં કરવામાં આવી રહ્યો છે. ચેનલના દોઢ કરોડથી વધુ સબસ્ક્રાઈબર્સ છે.
દાવાની સત્યતા શું છે?
હવે જો આ દાવાની સત્યતા વિશે વાત કરીએ તો આ દાવો તદ્દન ખોટો છે. કેન્દ્ર સરકાર દ્વારા પાન કાર્ડ ધરાવતી મહિલાઓ માટે આવી કોઈ યોજના બહાર પાડવામાં આવી નથી. મહિલાઓને 1 લાખ રૂપિયા આપવાની આ ફેક માહિતી ફેલાવવામાં આવી રહી છે. પીઆઈબીએ પણ આ દાવાને ફગાવી દીધો છે. જો તમારા મોબાઈલમાં પણ આવી કોઈ પોસ્ટ કે વીડિયો આવ્યો હોય તો તેના પર વિશ્વાસ ન કરો. સાચી માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટ્સની મુલાકાત લઈ શકો છો. સત્ય જાણ્યા વિના આવા ખોટા દાવાઓને ફોરવર્ડ કરવાનું ટાળો.
PIB ફેક્ટ ચેકે તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી પોસ્ટ પોસ્ટ કરતી વખતે લખ્યું છે કે કોઈપણ સરકારી યોજના વિશે અધિકૃત માહિતી માટે, ફક્ત સત્તાવાર સ્ત્રોતો પર વિશ્વાસ કરો.