Indian Oil Corporation Viral Message: તમને જણાવી દઈએ કે સમયાંતરે ભારત સરકારની અનેક યોજનાઓ બહાર આવતી રહે છે જેથી લોકોને મદદ મળી શકે. પરંતુ, સાયબર ગુનેગારો કેટલીક વખત લોકોને સરકાર અને સરકારી કંપનીઓના નામે નકલી સ્કીમના મેસેજ મોકલે છે. જેના કારણે લોકો સાયબર ક્રાઈમનો શિકાર બને છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ડિજિટાઈઝેશન ખૂબ જ ઝડપથી વધ્યું છે. આજકાલ લોકો તેમના મોટાભાગના કામ ઓનલાઈન માધ્યમથી કરવા લાગ્યા છે. પરંતુ, ડિજિટાઈઝેશનની વધતી અસર સાથે, દેશમાં સાયબર છેતરપિંડીના કેસોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. આજકાલ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના નામે એક મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ગ્રાહકો માટે સબસિડી ક્વિઝ લઈને આવ્યું છે. તો ચાલો તમને આ વાયરલ મેસેજની સત્યતા વિશે જણાવીએ-
પીઆઈબીએ ટ્વીટ કરીને વાયરલ પોસ્ટનું સત્ય જણાવ્યું
તમને જણાવી દઈએ કે PIBએ આ વાયરલ પોસ્ટનું સત્ય જાણવાનો પ્રયાસ કર્યો છે. વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને લકી ડ્રોનું આયોજન કર્યું છે. આ ડ્રોમાં ગ્રાહકોએ કેટલાક સરળ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. સાચો જવાબ આપવા પર ગ્રાહકોને પેટ્રોલ અને ડીઝલ ખરીદવા પર 6,000 રૂપિયાનું સંપૂર્ણ ડિસ્કાઉન્ટ મળશે.
નકલી વાયરલ પોસ્ટ
તમને જણાવી દઈએ કે આ વિશે માહિતી આપતાં PIB ફેક્ટ ચેકે જણાવ્યું છે કે આ પોસ્ટ સંપૂર્ણપણે ફેક છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન આવા કોઈ લકી ડ્રોનું આયોજન કરતું નથી. આ સાથે લોકોએ આવા મેસેજ પર ધ્યાન ન આપવું જોઈએ અને આ લાલચમાં આવીને તમારી અંગત અને નાણાકીય માહિતી કોઈની સાથે શેર કરવી નહીં.