PIB Fact Check: કેન્દ્ર સરકાર દ્વારા દેશની મહિલાઓને આપવામાં આવતી આર્થિક સહાયને લઈને સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર પીએમ નારી શક્તિ યોજના હેઠળ દેશની મહિલા નાગરિકોને 2.20 લાખ રૂપિયાની લોન આપી રહી છે.


વાયરલ થઈ રહેલા આ મેસેજમાં ખોટી માહિતી આપવામાં આવી છે. તે લોકોને નાણાકીય સહાય મેળવવા માટે નોંધણી કરાવવાનું કહે છે, જે એક ફ્રોડ જેવું છે.


દરમિયાન, નકલી મેસેજનો પર્દાફાશ કરતી વખતે, PIBએ કહ્યું છે કે આ મેસેજ નકલી છે. પીઆઈબીએ એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ સહાયની જાહેરાત કરવામાં આવી નથી.


PIBએ કર્યો મોટો ખુલાસો


PIB ફેક્ટ ચેક એકાઉન્ટ દ્વારા એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, "ઇન્ડિયન જોબની યુટ્યુબ ચેનલ દાવો કરી રહી છે કે કેન્દ્ર સરકાર 'પ્રધાનમંત્રી નારી શક્તિ યોજના' હેઠળ તમામ મહિલાઓને 2 લાખ 20 હજાર રૂપિયા આપવા જઈ રહી છે. આ દાવો ખોટો છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના લાવવામાં આવી નથી.”


પીઆઈબી સમયાંતરે સલાહ આપે છે કે લોકોએ વાયરલ મેસેજ તરીકે મોકલવામાં આવતી આવી કોઈ પણ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવું જોઈએ.






PIB દ્વારા મેસેજની હકીકત-તપાસ મેળવો


જો તમને આવો કોઈ શંકાસ્પદ મેસેજ મળે છે, તો તમે તેની સત્યતા ચકાસી શકો છો અને મેસેજ અસલી છે કે નહીં તે જાણી શકો છો. આ માટે તમારે https://factcheck.pib.gov.in પર મેસેજ કરવાનો રહેશે. વૈકલ્પિક રીતે તમે હકીકતની ચકાસણી માટે +918799711259 પર WhatsApp મેસેજ પણ મોકલી શકો છો. તમે તમારો સંદેશ pibfactcheck@gmail.com પર પણ મોકલી શકો છો. હકીકત તપાસની માહિતી https://pib.gov.in પર પણ ઉપલબ્ધ છે.


આ પણ વાંચોઃ


વધુ એક વૈશ્વિક કંપનીમાં થશે છટણી, કોલ્ડ ડ્રિંક્સ, ચિપ્સ બનાવતી કંપની કર્મચારીઓને કાઢી મુકશે; જાણો કેટલા લોકોની નોકરી જશે