PIB fact check PAN update: "24 કલાકની અંદર પાન અપડેટ કરો નહીં તો એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવશે" - આ દિવસોમાં હજારો લોકોને આ મેસેજ પરેશાન કરી રહ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા મોકલવામાં આવ્યો છે અને ખાતાધારકોને એકાઉન્ટમાં પાન અપડેટ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. આ મેસેજ સાથે એક લિંક પણ જોડેલી છે. આવું ન કરવા પર 24 કલાકની અંદર એકાઉન્ટ બ્લોક થવાની વાત કહેવામાં આવી રહી છે. આ પ્રકારના મેસેજ પર પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો ફેક્ટ ચેક (PIB Fact Check)એ સ્પષ્ટીકરણ જારી કર્યું છે અને કહ્યું છે કે ભારતીય પોસ્ટ ક્યારેય પણ પોતાના ગ્રાહકોને આ પ્રકારના મેસેજ મોકલતી નથી. પીઆઈબીએ બેંક સંબંધિત ખાનગી માહિતી શેર ન કરવાની ચેતવણી જારી કરી છે.


પીઆઈબી ફેક્ટ ચેકે એક્સ (પહેલા ટ્વિટર) પર પોતાની પોસ્ટમાં પુષ્ટિ કરી છે કે આ એક બનાવટી સંદેશ છે અને વપરાશકર્તાઓને સાવધાન રહેવા માટે કહ્યું છે. આ પોસ્ટમાં પીઆઈબી ફેક્ટ ચેકે ઇન્ડિયા પોસ્ટને ટેગ કરતા લખ્યું, "@IndiaPostOffice ક્યારેય પણ આવો કોઈ સંદેશ મોકલતી નથી. ક્યારેય પણ તમારી વ્યક્તિગત અને બેંક વિગતો કોઈની સાથે શેર ન કરો."






લોકોને મોકલવામાં આવી રહ્યો આ મેસેજ આ દિવસોમાં છેતરપિંડી કરનારા લોકો એકાઉન્ટ બ્લોક થવાનો ડર બતાવીને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. માહિતી મુજબ, હજારો લોકોને ઇન્ડિયા પોસ્ટના નામે બનાવટી મેસેજ મળી રહ્યા છે. આ મેસેજમાં લખ્યું હોય છે કે તમારું પાન ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના ખાતામાં જલ્દી અપડેટ કરાવો. આવું ન કરવા પર તમારું એકાઉન્ટ 24 કલાકની અંદર બ્લોક થઈ જશે. આની સાથે જ મેસેજમાં એક લિંક પણ આપવામાં આવી હોય છે.


આ પણ વાંચોઃ


હવે એક ક્લિક પર મળશે દેશના દરેક ડૉક્ટરની વિગત, નેશનલ મેડિકલ રજિસ્ટર પોર્ટલ શરૂ