PM Modi, UAE President introduce RuPay card in Abu Dhabi: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના યુએઈ પ્રવાસે પહોંચ્યા છે. આજે સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે UPI RuPay કાર્ડ સેવા શરૂ કરી હતી. સૌ પ્રથમ, વડા પ્રધાન મોદીએ સ્વેપ કરવા માટે રાષ્ટ્રપતિ નાહયાનને 16-અંકનું રુપે કાર્ડ આપ્યું, જેના પર નામ લખ્યું હતું - શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન.
રાષ્ટ્રપતિ નાહ્યાને જે કાર્ડ સ્વેપ કર્યું તેની માન્યતા તારીખ માર્ચ 2024 હતી, અને તે Wi-Fi RuPay કાર્ડ હતું. કાર્ડ સ્વેપ કર્યા બાદ એક રસીદ પણ બહાર આવી. આ સાથે આજે યુએઈમાં ભારતનું રુપે કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું હતું.
પીએમ મોદીએ કહ્યું- નવા ફિનટેક યુગની શરૂઆત
PM મોદીએ રાષ્ટ્રપતિ નાહયાન સાથે મુલાકાત કરતા કહ્યું કે ભારતના UPI RuPay કાર્ડ અને UAEના જયવાન કાર્ડની શરૂઆત સાથે એક નવા ફિનટેક યુગની શરૂઆત થઈ રહી છે. પીએમ મોદીએ તેને પોતાનામાં એક મોટી ઉપલબ્ધિ ગણાવી હતી.
વિદેશ મંત્રાલયે કહ્યું કે દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે બંને દેશોના નેતાઓ દ્વારા આ એક મહત્વપૂર્ણ પગલું છે. UAEની તેમની મુલાકાત દરમિયાન PM મોદીએ રાષ્ટ્રપતિ નાહયાન સાથે દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા પર વિસ્તૃત વાતચીત કરી હતી.
રુપે કાર્ડ કેવી રીતે કામ કરશે?
ભારત અને UAE વચ્ચેની ડીલ બાદ બંને દેશો વચ્ચે કોઈપણ અવરોધ વિના પૈસાની લેવડદેવડ શક્ય બનશે. આ માટે, ભારતની UPI ને UAEની AANI સાથે જોડવામાં આવી છે. નોંધનીય છે કે UAEની AANI સાથે ભારતના UPIની શરૂઆત પહેલા એટલે કે ગયા વર્ષે જુલાઈમાં પીએમ મોદીએ પેમેન્ટ અને મેસેજિંગ સિસ્ટમને એકબીજા સાથે જોડવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
બંને દેશોના ડોમેસ્ટિક કાર્ડ એકબીજા સાથે જોડાયેલા હશે
JAYWAN (UAE) એ RuPay (ભારત) સાથે બંને દેશોના સ્થાનિક ડેબિટ/ક્રેડિટ કાર્ડને એકબીજા સાથે જોડવા પર બીજા કરાર પર હસ્તાક્ષર કર્યા, જે નાણાકીય ક્ષેત્રમાં સહકાર વધારવા અને સમગ્ર UAEમાં RuPay ની સ્વીકૃતિ વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલાં તરીકે કામ કરશે.