PNB Recruitment 2022: બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે. પંજાબ નેશનલ બેંકે વિવિધ જગ્યાઓની ભરતી માટે સત્તાવાર વેબસાઇટ pnbindia.in પર જાહેરનામું બહાર પાડ્યું છે. આ ભરતી દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસર્સ (SO) ની કુલ 145 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ pnbindia.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. PNB SO ભરતીમાં લાયક ઉમેદવારોની પસંદગી માટે PNB ની ઓનલાઈન પરીક્ષા 12 જૂને યોજાવાની છે. PNBની આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 7 મે 2022 સુધી યથાવત રહેશે.પંજાબ નેશનલ બેંકમાં કુલ 145 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. જેમાંથી મેનેજર (રિસ્ક)ની 40 જગ્યાઓ, મેનેજર (ક્રેડિટ)ની 100 અને સિનિયર મેનેજર (ટ્રેઝરી)ની પાંચ જગ્યાઓનો સમાવેશ થાય છે.
આવશ્યક લાયકાત
આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે સ્નાતકની ડિગ્રી અથવા યુએસએમાંથી ચાર્ટર્ડ ફાઇનાન્સિયલ એનાલિસ્ટ અથવા માન્ય સંસ્થામાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) કરેલ હોવું આવશ્યક છે. આ સિવાય ફાયનાન્સમાં MBA કરેલું હોવું જોઈએ. ખાનગી ક્ષેત્રની બેંક અથવા PSU અથવા NBFC અથવા નાણાકીય સંસ્થામાં જોખમ અથવા ક્રેડિટ અથવા ફ્રેક્સ અધિકારી તરીકે એક વર્ષ સુધી કામ કર્યું હોવું જોઈએ.
વય મર્યાદા અને અરજી ફી
પંજાબ નેશનલ બેંકમાં મેનેજરના પદ માટે વય મર્યાદા 25 વર્ષથી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. મેનેજરના પદ માટે લઘુત્તમ વય મર્યાદા 25 વર્ષ અને મહત્તમ વય મર્યાદા માત્ર 37 વર્ષ હોવી જોઈએ. SC/ST/PWBD કેટેગરીના ઉમેદવારોએ ઉમેદવાર દીઠ 50 રૂપિયા ચૂકવવા પડશે. આમાં GST અલગથી ચૂકવવો પડશે. બાકીના તમામ ઉમેદવારોએ ઉમેદવાર દીઠ રૂ. 850 ચૂકવવા પડશે. GST પણ અલગથી ચૂકવવો પડશે.
પસંદગી પ્રક્રિયા
આ પદો પર પસંદગી માટે દેશભરમાં 12 જૂન, 2022 ના રોજ ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ pnbindia.in ની મુલાકાત લઈને ઑનલાઇન અરજી કરી શકે છે.