Goods and Services Tax:  સામાન્ય માણસને મોંઘવારીથી વધુ તકલીફ પડી શકે છે. GST કાઉન્સિલે 143 વસ્તુઓ પર ટેક્સ GST સ્લેબ વધારવા માટે રાજ્યો પાસેથી સૂચનો માંગ્યા છે. જો રાજ્યોમાંથી પણ આ સૂચનો પર સમજૂતી થાય તો મોંઘવારી સામાન્ય માણસને વધુ પરેશાન કરશે. GST કાઉન્સિલે કુલ 143 વસ્તુઓના GST સ્લેબ વધારવાનું સૂચન કર્યું છે.


આ વસ્તુઓના ભાવ વધારવાની ભલામણ કરવામાં આવી 


ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ મુજબ, આ 143 વસ્તુઓમાં પાપડ, ગોળ, પાવર બેંક, ઘડિયાળ, સૂટકેસ, પરફ્યુમ, ટીવી (32 ઈંચ સુધી), ચોકલેટ, કપડાં, ગોગલ્સ, ફ્રેમ, વૉશબેસિન, અખરોટ, કસ્ટર્ડ પાવડર, હેન્ડ બેગ, ચ્યુઇંગ ગમ, નોન-આલ્કોહોલિક પીણાં, ચશ્મા અને ચામડાની વસ્તુઓની કિંમતો વધી શકે છે. GST કાઉન્સિલે સૂચન કર્યું છે કે આમાંથી લગભગ 92 ટકા વસ્તુઓની કિંમત 18 ટકા GST ટેક્સ સ્લેબમાંથી લગભગ 28 ટકા ટેક્સ સ્લેબમાં ફેરવવી જોઈએ. ઉપરાંત ઘણી વસ્તુઓને Exempt Listમાંથી હટાવીને ટેક્સના દાયરામાં લાવવા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. GST કાઉન્સિલ એ વસ્તુઓ પણ પાછી લઈ શકે છે જેના માટે નવેમ્બર 2017 અને 2018માં GST દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.


વર્ષ 2017માં ગુવાહાટીમાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં પરફ્યુમ, ચામડાની વસ્તુઓ, કપડાં, કોસ્મેટિક પ્રોડક્ટ્સ, ફટાકડા, પ્લાસ્ટિક, લેપ્સ, સાઉન્ડ રેકોર્ડર વગેરેના સામાનમાં GST ઘટાડવામાં આવ્યો હતો. જો GST કાઉન્સિલની વર્તમાન ભલામણોનો સ્વીકાર કરવામાં આવે તો હવે તમારે આ બધી વસ્તુઓ પર વધુ પૈસા ચૂકવવા પડશે. આ સાથે, તમને ટીવી સેટ (32 ઇંચ), ડિજિટલ અને વિડિયો કેમેરા, પાવર બેંક વગેરેની કિંમતોમાં પણ વધારો જોવા મળી શકે છે. વર્ષ 2018ની GST બેઠકમાં આ તમામ વસ્તુઓના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.


આ વસ્તુઓ માટે ચૂકવવા પડશે વધારે પૈસા


રાજ્યોની સહમતિ બાદ ઘણી વસ્તુઓ મુક્તિની યાદીમાંથી બહાર થઈ જશે. તેમાં ગોળ અને પાપડ છે છે. આવી સ્થિતિમાં, ગ્રાહકોને તે વસ્તુઓ ખરીદવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે. હેન્ડ બેગ, વોશબેસીન, રેઝર, ચોકલેટ, કોકો પાવડર, કાંડા ઘડિયાળ, કોફી, નોન-આલ્કોહોલિક પીણાં, ડેન્ટલ ફ્લોસ, પરફ્યુમ, ઘરની વસ્તુઓ, દરવાજા, ઇલેક્ટ્રિકલ વસ્તુઓ વગેરે જેવી ઘણી વસ્તુઓમાંને 18 ટકા GST સ્લેબમાંથી 28% ના GST સ્લેબમાં મૂકવામાં આવી શકે છે.