Post office NSS interest rate change: પોસ્ટ ઓફિસ હેઠળ ઘણી નાની બચત યોજનાઓ ચાલે છે, જેના નિયમોમાં ફેરફાર થતા રહે છે. હવે એક નવો ફેરફાર સામે આવ્યો છે. એક યોજનામાં જમા રકમ પર વ્યાજ આપવાનું બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારની માર્ગદર્શિકા અનુસાર, જે થાપણદારોએ 37 વર્ષથી વધુ સમય પહેલા તેમના નાણાકીય ભવિષ્ય અને ભાવી પેઢીઓને સુરક્ષિત કરવાના હેતુથી રાષ્ટ્રીય બચત યોજના (NSS)માં રોકાણ કર્યું હતું, તેમને 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં તેમની સંપૂર્ણ રકમ ઉપાડી લેવાની સલાહ આપવામાં આવી છે. કારણ કે તેમના જમા ભંડોળ પર વ્યાજની ચુકવણી બંધ કરી દેવામાં આવશે. ગ્રાહકોને KYC માહિતી પણ અપડેટ કરવા કહેવામાં આવ્યું છે.
રોકાણકારોએ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) સાથે ગૂંચવાવું ન જોઈએ. રાષ્ટ્રીય બચત યોજના (NSS) તદ્દન અલગ યોજના છે, જેને 1992માં નવા રોકાણ માટે બંધ કરી દેવામાં આવી હતી. જોકે સરકાર આ યોજના હેઠળ ચક્રવૃદ્ધિ વ્યાજ આપી રહી હતી અને હવે આ વ્યાજ પણ 1 ઓક્ટોબર 2024થી બંધ કરવામાં આવ્યું છે. માર્ચ 2003થી 30 સપ્ટેમ્બર 2024 સુધીની અવધિ માટે, NSS વ્યાજ દર 7.5% પ્રતિ વર્ષ હતી.
NSS યોજનાની શરૂઆત 1987માં થઈ હતી અને તે 1992 સુધી ચાલી, ત્યારબાદ તે જ વર્ષે તેને કામચલાઉ ધોરણે ફરીથી ખોલવામાં આવી હતી. જોકે તેને અંતે 2002માં બંધ કરી દેવામાં આવી હતી. બંધ થયા છતાં, સરકારે હાલની થાપણો પર વ્યાજની ચુકવણી ચાલુ રાખી હતી.
NSS હેઠળ, થાપણદારોને વાર્ષિક ₹40,000 સુધીનું રોકાણ કરવાની તક મળતી હતી, જે આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80C હેઠળ કર કપાત માટે પાત્ર હતી. ચાર વર્ષના લૉક ઇન પીરિયડ પછી, થાપણદારોને તેમની મૂળ થાપણ અને કમાયેલા વ્યાજ બંને ઉપાડવાની મંજૂરી હતી.
જો તમે 1 ઓક્ટોબર, 2024 પહેલા તમારા NSS ખાતામાં યોગદાન આપ્યું છે, તો તમને સપ્ટેમ્બર 2024ના અંત સુધી 7.5% પ્રતિ વર્ષના દરે વ્યાજ મળશે. 1 ઓક્ટોબર, 2024 પછી ખોલવામાં આવેલી કોઈપણ નવી થાપણ કે ખાતા માટે કોઈ વ્યાજ આપવામાં આવશે નહીં.
સત્તાવાર નિયમો અનુસાર NSSમાંથી ઉપાડેલા ભંડોળ જે વર્ષે ઉપાડવામાં આવે છે તે વર્ષે કરપાત્ર બને છે. જોકે, જો થાપણદાર ભંડોળ ન ઉપાડે, તો કમાયેલું વ્યાજ ખાતામાં રહે ત્યાં સુધી કરમુક્ત રહેશે. જો થાપણદારનું મૃત્યુ થાય અને તેના વારસદારો ભંડોળ ઉપાડી લે, તો સંપૂર્ણ રકમ કરમુક્ત ગણવામાં આવશે.
આ પણ વાંચોઃ