નવી દિલ્હી: પોસ્ટ ઓફિસે સેવિંગ એકાઉન્ટ સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર કર્યાં છે, જો કસ્ટમર આ નિયમોનું પાલન નથી કરતા તો તેમને મોટું નુકસાન ઉઠાવવું પડી શકે છે.
ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટે પોસ્ટ ઓફિસ એકાઉન્ટમાં મિનિમમ વેલેન્સની મર્યાદા વધીને 50 રૂપિયાથી 500 રૂપિયા કરી દીધી છે. એટલે કે હવે તમારા ખાતામાં ઓછામાં ઓછા 500 રૂપિયા હોવા જરૂરી છે. નહી તો નાણાકીય વર્ષના અંતિમ વર્કિંગ ડે વખતે પોસ્ટ ઓફિસ તમારી પાસેથી 100 રૂપિયા પેનલ્ટી તરીકે વસૂલશે.
જો તમારા ખાતામાં ઝીરો બેલ્સ હશે તો એકાઉન્ટને બંધ કરી દેવામાં આવશે. પોસ્ટ ઓફિસમાં હાલમાં વ્યક્તિગત અને સંયુક્ત બચત ખાતા પર પ્રતિ વર્ષ 4 ટકા વ્યાજ આપે છે. બચત ખાતામાં મિનિમ બેલેન્સ 500 રૂપિયા હોવું જરૂરી છે.
જો આપ સરકારની સબ્સિડીનો લાભ લેવા માંગો છો તો, તમારુ પોતાનું પોસ્ટ ઓફિસ એકાઉન્ટ આધાર સાથે લિંક કરવાનું રહેશે. આ મામલે હાલમાંજ પોસ્ટ ઓફિસે એક સર્કુલર પણ જાહેર કર્યું છે.
પોસ્ટ ઑફિસના સેવિંગ એકાઉન્ટના નિયમોમાં ફેરફાર, જાણો હવે કેટલું મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Sep 2020 05:51 PM (IST)
પોસ્ટ ઓફિસે સેવિંગ એકાઉન્ટ સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર કર્યાં છે, જો કસ્ટમર આ નિયમોનું પાલન નથી કરતા તો તેમને મોટું નુકસાન ઉઠાવવું પડી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -