Post Office SCSS: જો તમે નિવૃત્તિ પછી કોઈ પણ જાતના જોખમ વિના રેગ્યુલર આવક મેળવવા માંગતા હોવ, તો પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. ખાસ કરીને વડીલો માટે બનાવવામાં આવેલી આ સરકારી યોજનામાં તમારા પૈસા 100% સુરક્ષિત રહે છે અને તેના પર 8.2% જેવું જબરદસ્ત વાર્ષિક વ્યાજ પણ મળે છે. આ સ્કીમમાં રોકાણ કરીને તમે દર વર્ષે અંદાજે ₹2,46,000 સુધીની કમાણી કરી શકો છો, જે તમારી વૃદ્ધાવસ્થાને આર્થિક રીતે મજબૂત બનાવશે.

Continues below advertisement

વ્યાજદર અને રોકાણની મુદત

કેન્દ્ર સરકાર દ્વારા દર ત્રણ મહિને નાની બચત યોજનાઓના વ્યાજ દરો નક્કી કરવામાં આવે છે. એપ્રિલથી જૂન 2026 ના ત્રિમાસિક ગાળા માટે સરકારે SCSS ના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી અને તેને 8.2% પર યથાવત રાખ્યો છે. આ સ્કીમની પાકતી મુદત (મેચ્યોરિટી) 5 વર્ષની હોય છે. જોકે, ખાતું પાક્યા પછી જરૂર પડે તો તમે તેને વધુ 3 વર્ષ માટે લંબાવી શકો છો.

Continues below advertisement

આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલનું ટેન્શન ખતમ: હવે પાણીથી ચાલશે વાહનો! વિદેશી કંપનીએ શોધી નવી ફોર્મ્યુલા

₹2,46,000 ની કમાણી કેવી રીતે થશે?

આ યોજનામાં તમે ઓછામાં ઓછા ₹1,000 થી રોકાણની શરૂઆત કરી શકો છો.

તમે તમારા નામે સિંગલ અથવા તમારા જીવનસાથી સાથે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકો છો.

આ સ્કીમમાં વધુમાં વધુ ₹30 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે.

જો કોઈ વરિષ્ઠ નાગરિક આ સ્કીમમાં પૂરા ₹30 લાખ જમા કરાવે છે, તો તેમને 8.2% ના વ્યાજદર મુજબ દર ત્રણ મહિને (દર ક્વાર્ટરે) આશરે ₹61,500 વ્યાજ પેટે મળે છે.

એટલે કે, વર્ષમાં ચાર વખત મળતી આ રકમ વાર્ષિક ₹2,46,000 જેટલી થાય છે. નોકરીમાંથી નિવૃત્ત થયેલા લોકો માટે આ નિયમિત આવકનો એક બહુ સારો સ્ત્રોત બની રહે છે.

ખાસ નોંધ: જો ખાતામાં નક્કી કરેલી મર્યાદા કરતા વધુ રકમ જમા થઈ જાય, તો વધારાની રકમ ખાતેદારને પરત કરી દેવામાં આવે છે. તે વધારાની રકમ પર જમા કર્યાની તારીખથી લઈને ઉપાડ્યાની તારીખ સુધી પોસ્ટ ઓફિસના સામાન્ય બચત ખાતા જેટલું જ વ્યાજ ચૂકવવામાં આવે છે.

આ પણ વાંચોઃ પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹2,00,000 જમા કરો અને ₹90,000 વ્યાજ મેળવો, જાણો કેલક્યુલેશન

ટેક્સમાં છૂટછાટ અને અન્ય ફાયદા

રોકાણ કરતા પહેલા ટેક્સના નિયમો પણ જાણી લેવા જરૂરી છે. આ યોજના હેઠળ મળતું વ્યાજ કરપાત્ર (Taxable) છે. પરંતુ, રાહતની વાત એ છે કે વરિષ્ઠ નાગરિકો આવકવેરા કાયદાની કલમ 80TTB હેઠળ ₹50,000 સુધીની કપાત (ડિડક્શન) નો લાભ લઈ શકે છે. ટૂંકમાં, જે વડીલો સુરક્ષિત રોકાણ સાથે ભરોસાપાત્ર અને રેગ્યુલર આવક ઈચ્છે છે, તેમના માટે આ પોસ્ટ ઓફિસ સ્કીમ એકદમ પરફેક્ટ છે.