Post Office Scheme New Rule: પોસ્ટ ઓફિસની PPF, SSY અને NSS જેવી સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સમાં રોકાણ કરનારા લોકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. સરકારે આ યોજનાઓના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે, જે 1 ઓક્ટોબર 2024થી લાગુ થશે. જો તમે પણ આ યોજનાઓમાં રોકાણ કરો છો, તો આ માહિતી તમારા માટે ખૂબ જ આવશ્યક છે. પોસ્ટ ઓફિસ માટે જારી કરાયેલી નવી માર્ગદર્શિકા તાજેતરમાં કેન્દ્રીય નાણાં મંત્રાલય હેઠળ આર્થિક બાબતોના વિભાગે નવા નિયમોની માર્ગદર્શિકા જારી કરી છે. આ માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ એકાઉન્ટ અનિયમિત જણાય છે તો તેને સ્થાપિત નિયમોના પાલન માટે નાણાં મંત્રાલય દ્વારા જરૂરી નિયમિતીકરણ માટે મોકલવામાં આવશે. આ માર્ગદર્શિકા હેઠળ વિભાગે 6 નવા નિયમો જારી કર્યા છે, જે રાષ્ટ્રીય બચત યોજના, લોક ભવિષ્ય નિધિ (PPF), અને સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ માટે લાગુ થશે.
આ છે નવા નિયમો
અનિયમિત નેશનલ સેવિંગ્સ સ્કીમ એકાઉન્ટ (NSS)
NSS 87 એકાઉન્ટ્સના કિસ્સામાં, પહેલા એકાઉન્ટ પર પ્રચલિત સ્કીમ દરો લાગુ થશે, જ્યારે બીજા એકાઉન્ટ પર બાકી રકમ પર 200 BPSના દરે પ્રચલિત POSA દર લાગુ થશે. 1 ઓક્ટોબર 2024થી બંને એકાઉન્ટ પર શૂન્ય % વ્યાજદર મળશે.
સગીર નામે ખોલાયેલું PPF એકાઉન્ટ
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)ના આવા એકાઉન્ટમાં POSA વ્યાજ ત્યાં સુધી મળશે જ્યાં સુધી વ્યક્તિ (સગીર) 18 વર્ષનો ન થાય. ત્યારબાદ લાગુ વ્યાજદરનું ચુકવણું કરવામાં આવશે અને પરિપક્વતા અવધિની ગણતરી તે તારીખથી કરવામાં આવશે જે દિવસે સગીર પુખ્ત થાય છે.
એકથી વધુ PPF એકાઉન્ટ
પ્રાથમિક એકાઉન્ટ પર યોજનાના દરે વ્યાજ મળશે, જ્યારે બીજા એકાઉન્ટમાં બાકી રકમને પહેલા એકાઉન્ટમાં મર્જ કરી દેવામાં આવશે. મર્જર પછી પ્રાથમિક એકાઉન્ટ પર પ્રચલિત સ્કીમ દરે વ્યાજ મળતું રહેશે. વધારાના એકાઉન્ટ પર શૂન્ય % વ્યાજ મળશે.
NRI દ્વારા PPF એકાઉન્ટનું વિસ્તરણ
માત્ર તે NRI PPF એકાઉન્ટ્સ માટે જે 1968 હેઠળ ખોલવામાં આવ્યા છે અને જેમાં ફોર્મ H માં નિવાસી સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું નથી, તે 1 ઓક્ટોબરથી શૂન્ય વ્યાજદરને આધીન રહેશે.
સગીરના નામે અન્ય સ્મોલ સેવિંગ્સ સ્કીમ એકાઉન્ટ (PPF અને SSY સિવાય)
આ એકાઉન્ટ્સને સાદા વ્યાજ સાથે નિયમિત કરવામાં આવશે. સાદા વ્યાજની ગણતરી પ્રચલિત POSA દરે કરવામાં આવશે.
વાલી સિવાય દાદા દાદી દ્વારા ખોલાયેલા SSY એકાઉન્ટ
દાદા દાદીના નામે ખોલાયેલા સુકન્યા સમૃદ્ધિ ખાતા હવે જીવિત માતા પિતા અથવા કાનૂની વાલીને ટ્રાન્સફર કરી દેવામાં આવશે. જો પરિવારમાં બેથી વધુ ખાતા ખોલવામાં આવે છે તો અનિયમિત ખાતા બંધ કરી દેવામાં આવશે.
નવા નિયમોનો શું છે ઉદ્દેશ્ય?
નવા નિયમોનો ઉદ્દેશ્ય પોસ્ટ ઓફિસ એકાઉન્ટ્સમાં પારદર્શિતા વધારવાનો અને રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનો છે. તેથી, જો તમે પણ આ યોજનાઓમાં રોકાણ કર્યું છે, તો નવા નિયમોને સમજવા અને તેના અનુસાર તમારા રોકાણનું મેનેજમેન્ટ કરવું આવશ્યક છે.
આ પણ વાંચોઃ
મેડિકલ સ્ટોરમાંથી ખરીદેલી દવા અસલી છે કે નકલી, આ રીતે જાણી શકો છો