Zomato Launched Scheduling Feature:  ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ તાજેતરમાં તેના ગ્રાહકો માટે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. આના દ્વારા ગ્રાહકો તેમના ઓર્ડર અગાઉથી શેડ્યૂલ કરી શકશે. હવે ગ્રાહકોને તેમના ભોજનને બે દિવસ અગાઉથી શેડ્યૂલ કરવાની સુવિધા મળશે. Zomatoનું 'ઓર્ડર શેડ્યુલિંગ ફીચર' ઘણા શહેરોમાં પહેલાથી જ ઉપલબ્ધ છે, જેને કંપની હવે વધુ વિસ્તારી રહી છે.


આ જાણકારી કંપનીના ફાઉન્ડર અને સીઈઓ દીપેન્દ્ર ગોયલે પોતે આપી છે. તેના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર આ અંગેની માહિતી શેર કરતા દીપેન્દ્ર ગોયલે લખ્યું - હવે તમે તમારા Zomato ઓર્ડરને શેડ્યૂલ કરી શકશો. હવે તમે તમારા ભોજનનું બે દિવસ અગાઉથી આયોજન કરી શકો છો અને અમે તેને સમયસર પહોંચાડીશું.


આ શહેરોમાં ઓર્ડર શેડ્યૂલ કરવાની સુવિધા ઉપલબ્ધ હશે
આ સાથે દીપન્દર ગોયલે એ પણ માહિતી આપી છે કે હાલમાં કંપની દ્વારા દેશના ઘણા મોટા શહેરો જેમ કે દિલ્હી-NCR, બેંગલુરુ, મુંબઈ, ચંદીગઢ, જયપુર, અમદાવાદ અને લખનઉમાં આ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે.


આવા ઓર્ડર શેડ્યૂલ કરી શકાશે
કંપનીએ હાલમાં માત્ર મોટા ઓર્ડર મૂલ્યો માટે 'ઓર્ડર શેડ્યુલિંગ ફીચર' શરૂ કરી છે, પરંતુ ભવિષ્યમાં તમામ ઓર્ડર માટે તેનો અમલ કરશે. હાલમાં કંપની 1000 રૂપિયાથી વધુના ઓર્ડર પર જ આ સુવિધાનો લાભ આપી રહી છે. તેણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે આ રેસ્ટોરાંમાં ઐતિહાસિક રીતે મોટા પ્રમાણમાં ખોરાકનો સ્ટોક હોય છે અને રસોડાની તૈયારીના સમયમાં સુસંગતતા હોય છે. આવી સ્થિતિમાં, આવનારા સમયમાં ઘણા વધુ શહેરો અને રેસ્ટોરાં આ સુવિધા સાથે જોડાશે. અમે આને તમામ ઓર્ડર પર લાગુ કરીશું.


Zomatoએ તાજેતરમાં તેની ઇન્ટરસિટી લિજેન્ડ્સ સેવા બંધ કરી છે
અગાઉ, થોડા દિવસો પહેલા ઝોમેટોએ તેની ઇન્ટરસિટી લિજેન્ડ્સ સેવા તાત્કાલિક બંધ કરવાની જાહેરાત કરી હતી. આ વિશે માહિતી આપતાં કંપનીના સીઈઓ દીપેન્દ્ર ગોયલે લખ્યું હતું કે ઝોમેટો લિજેન્ડ્સ પર અપડેટ - બે વર્ષના પ્રયાસો પછી, પ્રોડક્ટ માર્કેટમાં ફિટ ન થઈ શકી, અમે નિર્ણય લીધો છે કે અમે આ સેવાને તાત્કાલિક બંધ કરવા જઈ રહ્યા છીએ . આ પહેલા જુલાઈ મહિનામાં કંપનીએ લિજેન્ડ્સ સર્વિસને થોડા દિવસો માટે બંધ કરી દીધી હતી અને તેમાં ફેરફાર કરવાની વાત કરી હતી. પરંતુ હવે નફો ન મળવાને કારણે કંપનીએ આ સેવા બંધ કરી દીધી છે. Zomato એ વર્ષ 2022 માં ઇન્ટરસિટી લિજેન્ડ સેવા શરૂ કરી હતી.


આ પણ વાંચો...


FASTag નો નિયમ બદલાયો, હવે Toll Plaza પર નહીં લાગે લાંબી લાઇનો, RBIની નવી ગાઇડલાઇન