લખનઉઃ લંડનમાં બિંદાસ ઘૂમી રહેલા ભાગેડુ નીરવ મોદીની લંડન પોલીસે ધરપકડ કરી છે. 13 હજાર કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય સૂત્રધાર નીરવ મોદીને ભારતીય એજન્સીઓ 13 મહિનાથી શોધી રહી હતી. નીરવ મોદીની ધકપકડને ભાજપ મોદી સરકારની સિદ્ધી ગણાવી રહ્યું છે. આ અંગે પ્રિયંકા ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યો હતો. વાંચોઃ PNB કૌભાંડના આરોપી નીરવ મોદીની લંડનમાંથી ધરપકડ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, નીરવ મોદીની લંડનમાં ધરપકડ શું મોદી સરકારની સિદ્ધી છે ? તેને અહીંથી ભાગવા કોણે દીધો હતો ? ભાગેડુ નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી લગભગ 14 હજાર કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ મામલામાં આરોપી છે. નીરવ મોદી અને ચોક્સી વિરુદ્ધ ઇડી અને સીબીઆઇ તપાસ કરી રહી છે અને બંન્ને પીએનબી કૌભાંડ સામે આવ્યા બાદ ફરાર થઈ ગયા છે. વાંચોઃ માયાવતીએ લોકસભા ચૂંટણી લડવાની પાડી ના, કહ્યું............ પ્રિયંકા ગાંધીએ મોદીના બ્લોગ પર શું કર્યો પલટવાર? જુઓ વીડિયો