Pwc Layoffs 2024: PwCએ પોતાના કાર્યબળને ઘટાડવાનો નિર્ણય લીધો છે. વૉલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ અનુસાર, કંપનીએ જાહેરાત કરી છે કે તે 1,800 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવશે. આ બધી છંટણી અમેરિકામાં કરવામાં આવશે. ખાસ વાત એ છે કે છેલ્લા 15 વર્ષોમાં આ પહેલી વાર છે જ્યારે કંપનીએ કર્મચારીઓની છંટણીનો નિર્ણય લીધો છે.


આ વિભાગો પર અસર પડશે


PwCની આ જાહેરાતની અસર ઘણા અલગ અલગ વિભાગો પર પડશે. મેનેજિંગ ડિરેક્ટર, બિઝનેસ સર્વિસ ઓડિટ, એસોસિએટ્સ અને ટેક્સ વિભાગના કર્મચારીઓ પર આ છંટણીની સૌથી વધુ અસર પડશે. આ છંટણી દ્વારા કંપની અમેરિકામાં કામ કરતા 2.5 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકશે. કંપની કાર્યબળને ઘટાડવાનું કામ ઓક્ટોબર 2024 સુધીમાં પૂર્ણ કરી શકે છે.


PwC અમેરિકાના અધ્યક્ષ પોલ ગ્રિગ્સે આ મામલે એક મેમો જારી કરતાં કહ્યું છે કે આ નિર્ણયની અસર કંપનીના ખૂબ નાના વર્ગના કર્મચારીઓ પર પડશે. આ નિર્ણય હંમેશા મુશ્કેલ હોય છે, પરંતુ કંપનીના હિતમાં જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું કે 2009 પછી પહેલી વાર એવું બન્યું છે કે કંપનીએ છંટણીનો નિર્ણય લીધો છે.


છંટણીનો નિર્ણય કેમ લેવાયો?


નોંધનીય છે કે PwCએ 15 વર્ષમાં છંટણીનો નિર્ણય તેની સેવાઓની માગમાં ઘટાડો થયા પછી લીધો છે. પોલ ગ્રિગ્સે તેમના મેમોમાં કંપનીની પુનર્રચના યોજના વિશે માહિતી આપતા જણાવ્યું છે કે અમે અમારી ભવિષ્યની યોજનાઓ પર કામ કરતા કંપનીની ટીમોમાં પુનર્ગઠનનું કામ કરી રહ્યા છીએ. આ કારણે અમે ઘણી ટીમોમાં છંટણીનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે કંપનીનો આ નિર્ણય ઘણી રીતે આશ્ચર્યજનક છે કારણ કે તેણે તેની અન્ય હરીફ કંપનીઓ Ernst & Young (EY), Klynveld Peat Marwick Goerdeler (KPMG અને Deloitte)ની જેમ છેલ્લા 15 વર્ષોમાં એક પણ છંટણી કરી નથી. પરંતુ હવે કંપનીને આ નિર્ણય લેવો પડી રહ્યો છે.


સેમસંગમાં છટણી


દક્ષિણ કોરિયાની ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપની સેમસંગ રિસ્ટ્રક્ચરિંગ કવાયત હાથ ધરી રહી છે અને કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનો આદેશ જારી કરી રહી છે. કંપની ભારતમાં સ્માર્ટફોન, હોમ ગુડ્સ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સહિતના સેગમેન્ટમાં 200 થી વધુ કર્મચારીઓની છટણી કરે તેવી અપેક્ષા છે.


આ પણ વાંચોઃ


20,000 રૂપિયા કમાનાર પણ બની શકે છે કરોડપતિ, બસ કરવું પડશે આ કામ