Hurun India Rich List: ભારતની અગ્રણી ટેક્નોલોજી કંપની ઝોહો(Zoho)ના સહ-સ્થાપક રાધા વેમ્બુ(Radha Vembu)એ આ વર્ષે કમાલ કરી છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024 (Hurun India Rich List)માં, તેણીને દેશની સૌથી ધનિક સેલ્ફ મેડ મહિલા તરીકે બતાવવામાં આવી છે. રાધા વેમ્બુની કુલ સંપત્તિ 47,500 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. નાયકાની ફાલ્ગુની નાયર (Falguni Nayar)આ યાદીમાં બીજા સ્થાને છે, જેની સંપત્તિ 32,200 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. Arista નેટવર્ક્સના CEO જયશ્રી ઉલ્લાલ (Jayshree Ullal)રૂ. 32,100 કરોડની નેટવર્થ સાથે ત્રીજા સ્થાને છે.
પોતાના સ્વબળે સંપત્તિ ઉભી કરનાર મહિલાઓને સ્થાન મળ્યું
આ યાદીમાં તે મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે જેમણે પોતાના દમ પર સંપત્તિ બનાવી છે. તેને આ સંપત્તિ વારસામાં મળી નથી. ઝોહોના સીઈઓ શ્રીધર વેમ્બુની બહેન રાધા વેમ્બુને લાઇમલાઇટમાં આવવું પસંદ નથી. રાધા વેમ્બુ ઝોહોના સૌથી વધુ શેર ધરાવે છે. ફોર્બ્સની યાદી અનુસાર ભારતના સૌથી અમીરોની યાદીમાં શ્રીધર વેમ્બુ 55મા નંબરે છે. રાધા વેમ્બુને ભારતની સૌથી સફળ મહિલા બિઝનેસમેન માનવામાં આવે છે. આ યાદીમાં જુહી ચાવલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમની કુલ સંપત્તિ 4600 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
નેહા બંસલ, કિરણ મઝુમદાર શૉ અને ઈન્દિરા નૂયીનો સમાવેશ
લેન્સકાર્ટ(Lenskart)ની કો-ફાઉન્ડર નેહા બંસલને પણ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે. તેમની સાથે, બાયોકોનના સ્થાપક અને એક્ઝિક્યુટિવ ચેરપર્સન કિરણ મઝુમદાર શૉ(Kiran Mazumdar Shaw)ને બાયોટેકનોલોજી અને ફાર્મા ઉદ્યોગમાં તેમના યોગદાન માટે સ્થાન આપવામાં આવ્યું છે. આ સિવાય કન્ફ્લુઅન્ટ(Confluent) ના કો-ફાઉન્ડર નેહા નારખેડે (Neha Narkhede)અને પરિવાર અને પેપ્સિકોના ભૂતપૂર્વ સીઈઓ ઈન્દ્રા કે નૂયી(Indra K Nooyi)ને પણ સ્થાન મળ્યું છે.
આ છે દેશની ટોપ 10 સેલ્ફ-મેડ અબજોપતિ મહિલાઓ
- રાધા વેમ્બુ - રૂ 47500 કરોડ (ઝોહો)
- ફાલ્ગુની નાયર – રૂ. 32200 કરોડ (નાયકા)
- જયશ્રી ઉલ્લાલ - રૂ. 32100 કરોડ (એરિસ્ટા નેટવર્ક્સ)
- કિરણ મઝુમદાર શો - રૂ. 29000 કરોડ (બાયોકોન)
- નેહા નારખેડે - રૂ 4900 કરોડ (કોન્ફ્લએન્ટ)
- જુહી ચાવલા – રૂ. 4600 કરોડ (નાઈટ રાઈડર્સ સ્પોર્ટ્સ)
- ઇન્દિરા કે નૂયી - રૂ. 3900 કરોડ (પેપ્સિકો)
- નેહા બંસલ - રૂ. 3100 કરોડ (લેન્સકાર્ટ)
- દેવીતા રાજકુમાર સરાફ – રૂ. 3000 કરોડ (યુવી ટેક્નોલોજીસ)
- કવિતા સુબ્રમણ્યમ – રૂ. 2700 કરોડ (અપસ્ટોક્સ)
આ પણ વાંચો...